top of page
Search

ક્યા મૌસમ હૈ, ઐસા ક્યું હોતા હૈ બાર બાર

  • ssoni43
  • Feb 22, 2023
  • 3 min read


વ્યક્તિની આંખ જ્યારે પણ કોઈ ફોટા પર પડે છે ત્યારે સૌથી પહેલા એમાં વ્યક્તિને બાદ કરતા પ્રકૃતિના દર્શન કરે છે. એ પછી આંખ સીધી નીચેની તરફ જોવા માટે આગળ વધે છે. આ વાત સાયન્ટિફિક રીતે પ્રુવ થયેલી છે. પ્રકૃતિ સાથે જીવતી વ્યક્તિમાં સમયાંતરે ફેરફાર આવે છે. પણ છેલ્લા ત્રણ વર્ષથી પ્રકૃતિમાં ઓચિંતા અને અણધાર્યા ફેરફારે ખેડૂતથી લઈને હવામાન ખાતાના અધિકારીઓ સુધીના એક આખા વર્ગને ચિંતામાં મૂકી દીધો છે. શિયાળો વહેલો શરૂ થાય તો વરસાદ મોડો પડે છે. વરસાદ સારો પડે તો ઉનાળો રીપીટ મોડ પર આવીને કામ કરે છે. આકરા તાપમાં જ્યાં કાળજાને પણ પરસેવો આવી જાય એવી સ્થિતિ વચ્ચે ધરખમ રીતે બદલાતું વાતાવરણ ક્યાંક બીમારી લાવે છે તો ક્યાંક મોટો બદલાવ. દરિયા કિનારો પછી ઓડિશાનો હોય કે ઓખાનો માત્ર તાપમાનમાં ફેરફાર થાય એ વાત કહેવી હવે યોગ્ય નથી. આ પાછળનું કારણ એ છે કે, હવમાનની પેટર્ન્ટ અને ફ્લો સિસ્ટમ જળમૂળથી બદલાઈ ગઈ છે.


ડિસેમ્બરથી માર્ચ સુધીનો મહિનો આમ તો શિયાળાનો ઓફિશિયલ ટાઈમિંગ છે. એમાં પણ મકરસંક્રાતિ બાદ તો શિયાળો થોડો હળવો પડે છે. પણ વર્ષે તો કાશ્મીરના રજૌરીથી લઈને રતલામ સુધી અને પાલિતાણાથી લઈને છેક પંજાબ સુધી શિયાળાનો આકરો મિજાજ જોવા મળ્યો છે. હિમવર્ષાના 24 કલાકમાં વાતાવરણ ફરી જાય. છેલ્લા એકાદ વર્ષના હવમાનના મોટા ફેરફારમાં રેકોર્ડબ્રેક રીપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદમાં ડિસેમ્બર 2022માં સૌથી નીચું તાપમાન 15 ડિગ્રી સુધી રેકોર્ડ થયેલું છે. તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભૂજમાં તડકાએ ભૂક્કા બોલાવી દીધા. 10 વર્ષના ક્લાઈમેન્ટ ચેન્જના ઈતિહાસમાં ફેબ્રુઆરી મહિનામાં ભૂજમાં આટલી ગરમી ક્યારેય નથી પડી. આનાથી તદ્દન ઊલ્ટુ, ડિસેમ્બર મહિનામાં રાજકોટનું સૌથી નીચું તાપમાન 12 ડિગ્રી રેકોર્ડ થયેલું છે. વર્ષ હતું 2021. માત્ર આગાહી તથા આગમનના વાવડ વચ્ચે આવું કેમ થાય છે એનો જવાબ ભાગ્યે જ મળે છે. ઉતાવળે રચાતા સાહિત્યમાં સ્પષ્ટતાનો અવકાશ ધીમે ધીમે નાનો થતો જાય છે. 

          

પણ હકિકત એ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી હવમાનની સિસ્ટમ બદલી રહી છે. આ પાછળનું એક કારણ ક્લાઈમેન્ટ ચેન્જ છે. બીજું કારણ દેશમાં થતી કેટલીક અસાધારણ પ્રવૃતિઓ છે. જેના કારણે સિસ્ટમને ફરીથી ટ્રેક પર આવતા સમય લાગી રહ્યો છે. સુકા પવનોનું જોર વર્તાય એટલે શિયાળો સક્રિય થયો ગણાય પણ અવબિલિવેબલ વસ્તુના રોમાંચમાં પ્રકૃતિનો રસ નીકળી ગયો એનું કોઈ મોનિટરિંગ એક પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં થતું નથી. દરિયાનું પાણી ગમે એટલો તડકો હોય તો પણ એટલું હૂંફાળું રહેતું કે, એક ધૂબાકો મારો એટલે અંદરથી તો ટાઢક જ અનુભવાય. એના બદલે અત્યારે બપોરના સમયે નદી કે દરિયાની નજીક જવાય એમ નથી. કારણ કે એક તરફ તાપ અને બીજી બાજું તપતું પાણી. એટલે ડાયરેક્ટ સ્કિન ડિસિઝ-ચામડીનો રોગ. આવું પહેલા થતું નહીં કારણ કે, નદી-નાળા કે દરિયામાં પોલિથિન ટ્રશ (પ્લાસ્ટિકનો કચરો) ન હતો. પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, તળીયે પડેલો કચરો હજારો કિમી દૂરથી આવતા સૂર્યના કિરણથી પાણીને શું અસર કરવાનો? એક જ વાક્યમાં જવાબ છે હિટીગ સાયન્સ. દરેક પદાર્થ પાસે એની ગરમીનો ગુણધર્મ હોય છે. ઉનાળામાં ગમે એટલા પાતળા કપડાં પહેરો પણ શરીરની સાથે કપડાંની ગરમી તો રહેવાની જ.

         

મહાનગરમાં તો મેદાન શોધવા હવે આવનારા દાયકામાં મુશ્કેલ થઈ પડશે. કારણ કે, મેદાની પ્રદેશમાં ઊગેલા જંગલ તથા વૃક્ષોનો સફાયો કરીને સૌએ વિકાસની આંધળી દોટ મૂકી છે. સ્નો ફોલિંગ એરિયામાં ઘર કે મકાન લઈને પ્રોપર્ટી ઊભી કરવી છે પણ પ્રકૃતિની પાળ પીટાઈ છે એનો સર્વે તો કોઈ સરકારી સંસ્થા પણ નથી કરતી. હા, વન વિભાગની હદમાં આવતા કોઈ વૃક્ષની ડાળખી પણ કપાય તો જાણે એનો જીવ કપાયો હોય એવી રીતે તપાસનો ધમધમાટ મચાવી દે. હવે નક્કી કરો ભારતમાં કેટલાય એવા જંગલો સાફ થઈ ગયા. એ પાછળ ક્યાં કોઈ સંસ્થાના જીવ કપાયા? ક્લાઈમેન્ટ ચેન્જ કોઈ એક દિવસનો ખેલ નથી. આ કોઈ એવું ગણતરીની સેકન્ડમાં બદલાતું પરિબળ નથી. આ પાછળ ઓછામાં ઓછો એક દાયકો, એની સરેરાશ અને તળથી ટોપ સુધીના હવામાનને હચમચાવતા પરિબળ જવાબહોય છે. કાશ્મીરના બર્ફિલા પ્રદેશમાં જઈને પાઈન ટ્રીનું કટિંગ કરવાથી ભલે સીધી રીતે ફાયદો ન થતો હોય પણ અસર એવી થાય છે કે, એ જ સ્નોફોલ પછી આફત બનીને ત્રાટકે છે. ફેબ્રુઆરી 2023 સુધીના ઓવરઓલ રીપોર્ટનું વિશ્લેષણ કરીને ગાંધીનગર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર દિલિપ માલવંકર ત્યાં સુધી કહે છે કે, તાપ સામે લડવા માટે હવે એક્શન પ્લાન અનિવાર્ય છે. 


માર્ચ મહિનો ઉનાળાનો એન્ટ્રી ટાઈમ હતો હવે એ સમય રહ્યો નથી. ફેબ્રુઆરી જ પ્લાનિંગ માંગી લેશે. એટલે અધિકારીની વાત પરથી એક તો નક્કી થઈ કે, વાતાવરણનો પલટો અને સિસ્ટમની ફરી ગયેલી પથારી અધિકારી પણ સ્વીકારે તો છે જ. દેશના હવામાન ખાતાએ પણ એ વાત સ્વીકારી હતી કે, વર્ષ 2021નો ઉનાળો સૌથી વધુ ગરમ રહ્યો હતો. પણ હકીકત એવી પણ છે કે, સતત વધી રહેલો તાપ અને ઘટી રહેલી ઠંડીએ ચિંતા પેદા કરી છે. હવે જો આનું બેલેન્સ કરવાના પગલાં નહીં લેવાય તો આવનારી પેઢીને ઠંડી માણવા કોઈ બીજા પ્રદેશમાં જવું પડશે. એ નક્કી. નિષ્ણાંતો ત્યાં સુધી કહે છે કે, વરસાદ પણ એક લેવલથી ઓછો કે વધારે પડ્યો તો આખી ઈકોનોમીને અસર કરશે.








 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page