top of page
Search

ગુજરાતના અનોખા ગામ પરની ફિલમે મેળવ્યા ૧૧ એવૉર્ડ્સ

  • ssoni43
  • 2 days ago
  • 1 min read

'વન કચન વિલેજ: ચાંદણકી' શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી જાહેર

મુંબઈ: ગુજરાતના એક અનોખા ગામ પર બનેલી ડૉક્યુમેન્ટરીએ પહેલા જ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૧ એવોર્ડ્સ જીતીને એક અવિસ્મરણીય આરંભ કર્યો છે. ફિલ્મ 'વન કચન વિલેજ: ચાંદણકી'એ આ ફતેહ કાશ્મીર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાસિલ કરી છે.

પીઢ પત્રકાર અને લોકપ્રિય લેખક પ્રફુલ શાહના કોન્સેપ્ટ અને સંશોધન પર આધારિત

'વન કચન વિલેજ: ચાંદણકી'એ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી( આદિદેવ આર્ટ એન્ડ ફિલ્મ પ્રોડક્શન તથા કલા વિશારદ પ્રોડક્શન્સ), શ્રેષ્ઠ નિર્માતા ( પ્રેરણા શર્મા, અમિત કુમાર, પ્રફુલ શાહ અને ડૉ. કલાશ્રી બર્વે), શ્રેષ્ઠ દિગ્દર્શક( ડૉ. કલાશ્રી બર્વે), શ્રેષ્ઠ ફિલ્મમેકર સન્માન:( ડૉ. કલાશ્રી બર્વે), શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી (દેવેન્દ્ર તંવર), શ્રેષ્ઠ એડિટર (

પ્રમોદ કુશવાહા), શ્રેષ્ઠ સંવાદ(ડૉ. કલાશ્રી બર્વે), શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક (ડૉ. કલાશ્રી બર્વે), શ્રેષ્ઠ ગીતકાર: મનીષા શાહ), શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર( ડૉ. તનુજા નાફડે) અને શ્રેષ્ઠ વોઇસ ઓવર આર્ટિસ્ટ(શૈલી મુદગલ) જેવા એવોર્ડ મેળવ્યા છે.

'વન કચન વિલેજ: ચાંદણકી'ને મળેલા ઉષ્માભર્યા આવકારના નિમિતે નિર્માતાઓએ સમગ્ર ચાંદણકી ગામ તથા તેના સરપંચ પૂનમ પટેલનો અવિશ્વસનીય પ્રેમ, વિશ્વાસ, આતિથ્ય અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હાલ ડોક્યુમેન્ટરી 'વન કચન વિલેજ: ચાંદણકી' દેશ-વિદેશના ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે અને ત્યાર બાદ તેને રિલીઝ કરવાનો નિર્માતાઓનો વિચાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું'

વન કચન વિલેજ: ચાંદણકી'ના શુટિંગ વખતે મનીષા શાહ, ડૉ. કલાશ્રી બર્વે, સ્થાનિક અમલદાર, પ્રફુલ શાહ, અમિત કુમાર, પુનમ પટેલ, અને અન્ય

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page