top of page
Search

મન હોય તો માળવે જવાય : સવારે ઘરઘરમાં છાપું નાખતા પ્રવીણભાઈ ફરસાણ અને સ્વીટમાર્ટના માલિક બન્યા હાથેવણેલા મરીવાળા ગાંઠિયા બનાવનારાને પાર્ટનર બનાવ્યા

  • ssoni43
  • 5 days ago
  • 2 min read

હાથેવણેલા મરીવાળા ગાંઠિયા બનાવનારાને પાર્ટનર બનાવ્યા

મુંબઇ

કાંદિવલીમા પોઇસર જીમખાના પાસે આજકાલ વહેલી સવારથી હાથે વણેલા મરીવાળા ગાંઠિયા અને જલેબી ખાવા રીતસરની લાઈન લાગે છે જો કે અહીંયા એસીહોલમાં બેસી આરામથી ખાવાની સગવડ પણ છે. આ ઉપરાંત સ્વાદિષ્ટ ગરમાગરમ વડાપાંવ ભજીયાની સાથે જીભનો ચટાકો પૂરો કરવા ડ્રાયફ્રુટ ચીઝ મીઠાઈ પણ રસિયાઓને આકર્ષે છે. લક્ષ્મીનારાયણ દેવ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટનું ઓપનિંગ હાલમાં જ ફિલ્મ અને ટીવી તેમ જ તખતાની જાણીતી અભિનેત્રી અપરા મહેતાએ કર્યું તેમ જ મનભરીને ફાફડા જલેબી ઉપરાંત મીઠાઈની જયાફત માણી હતી તેમ પ્રવીણ કાનાબારે જણાવ્યું. પ્રવીણભાઈનો મિત્ર પ્રણવ શાહ જે તેઓ રહે છે ત્યાં સેક્રેટરી પણ છે અને ભારત ઉપરાંત કેન્યામા બિઝનેસમેન છે અહીંયા આવી મિત્રતામા સાથ આપે છે

મૂળ મેંદરડાના પ્રવીણભાઈ વર્ષો પહેલા આંખમાં કંઈક કરી બતાવવાનું સ્વપ્ન લઈ નાલાસોપારા આવ્યા હતા.અહીંયા તેમણે પેટનો ખાડો પૂરવા રોજ સવારે ઘરેઘરે છાપું નાખવાનું શરૂ કર્યું. સાથેસાથે રોજેરોજ અખબારની ઓફિસે જઈ હિસાબ આપતાં. આ દરમિયાન તેમણે બે ત્રણ નાની રોમેન્ટિક વાર્તા લખી. ધીમેધીમે ગાડી પાટે ચઢતા તેઓ પરિવાર સાથે કાંદિવલી આવ્યા. અહીંયા ગાડીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું કામ શરૂ કર્યું જે જામી ગયો.

આ દરમિયાન તેઓ રોજ સવારે ઓફિસે જતા પહેલા દિલીપભાઈ નામના વ્યક્તિ જે રોજ સવાર સાંજ વણેલા મરીવાળા ગાંઠિયા બનાવતા તેમની પાસે ગાંઠિયા ખાતા. આમ સ્વાદ દાઢે વળગ્યો. દશેરા વખતે તેમણે આખી સોસાયટી માટે દિલીપભાઈને ગાંઠિયાનો ઓર્ડર આપ્યો પરંતુ સંજોગોવસાત દિલીપભાઈ પૂરો કરી શક્યા નહીં.આથી પ્રવીણભાઈએ ગાંઠ વાળી કે દિલીપભાઈ સાથે મળી સ્વીટ ફરસાણ માર્ટ ખોલવો. સ્વામિનારાયણ ભગવાનમાં માનતા પ્રવીણભાઈએ વીરડીવાળા ગુરુજી પૂજ્ય નટુબાપાના આશીર્વાદથી લક્ષ્મીનારાયણ દેવ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ શરૂ કર્યું. રોકાણ પૂરેપૂરું પ્રવીણભાઈનું અને નફો તેમનો અને દિલીપભાઈનો ૫૦/૫૦ ટકા.

અહીંયા ખાસ તો ગરમાગરમ હાથે વણેલા ડબલ મરીવાળા ગાંઠિયા જલેબી ખાવા લોકો આવે છે તેમ જ અન્યોને પણ લાવે છે. આ ઉપરાંત મેથીના ગોટા ટમેટાના ભજીયા અને વડાપાંવ દિલીપભાઈની સ્પેશિયલિટી છે. જો કે સાથેસાથે રાજકોટના પેંડા કાજુકતરી અને સ્વાદિષ્ટ મોહનથાળ સ્વાદના શોખીનોને ખેંચી લાવે છે. ચીઝડ્રાયફ્રુટ મીઠાઈ તેમનું ઇનોવેશન છે. અહીંયા તેમની પુત્રી ઉર્જા કાનાબારે બનાવેલા જીવનની અમૂલ્ય શીખ આપતાં સૂત્ર સહિત તસવીર લગાડી છે. જેમાં ખાસ મીઠાં બોલો મીઠાં દેખો મીઠાં સુનો ખાસ છે.

પ્રણવભાઈ એ જણાવ્યુ કે અહીંયા એસીની ઠન્ડકમાં લોકો શાંતિથી બેસી નાશ્તો કરે છે ઉપરાંત સ્વચ્છતાની સાથે ક્વોલિટીમા કોઈ બાંધછોડ નથી કરતાં. ૫૦ ગ્રામ પણ ગાંઠિયા ગરમ જ અપાય જે મોઢામાં મુકતા જ ઓગળી જય પરંતુ તેનો સ્વાદ દાઢમાં રહી જ જાય. તો ચાલો............

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page