top of page
Search

રાહુલના સભ્યપદ રદ થવાથી કોંગ્રેસને ફાયદો કે નુકસાન ?

  • ssoni43
  • Mar 28, 2023
  • 3 min read

Updated: Mar 29, 2023


કૉંગ્રેસના રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ થવાના સમાચારથી રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અદાલતના આ નિર્ણય બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે દિલ્હીથી માંડીને સમગ્ર દેશનું રાજકારણ ભવિષ્યમાં કેવી રીતે બદલાશે. 2024ની લોકસભા ચૂંટણી યોજાવામાં હજુ એક વર્ષ કરતાં વધુ સમય છે પરંતુ એનાથી પહેલાં કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની ટક્કર સીધી ભાજપ સાથે થવાની છે. આવી પરિસ્થિતિમાં આ સવાલ પણ ઊઠી રહ્યા છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવાથી શું કૉંગ્રેસ આ રાજ્યોમાં પોતાના પક્ષમાં માહોલ બનાવી શકશે ? શું રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ના કારણે હાંસલ થયેલ રાજકીય પ્રતિષ્ઠાને આગળ વધારી શકશે કે પછી એવું માની શકાય કે ભાજપે પોતાના સ્પર્ધકને આ તકે માત આપી દીધી છે. રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષનાં દળો પાસે જનતાને એ બતાવવાની તક છે કે તેમના પર કેવી રીતે નિશાન સાધવામાં આવી રહ્યું છે. હવે રાહુલ ગાંધીનું સભ્યપદ જવાના મુદ્દે ‘જન આંદોલન’ ખડું કરે છે કે નહીં. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે સમગ્ર વિપક્ષ આ મામલે રાહુલ ગાંધી સાથે ઊભો છે. એવો મત ઘડાતો જઈ રહ્યો છે કે આ પગલું લોકશાહીની વિરુદ્ધનું છે અને વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવાઈ રહ્યા છે. આ અંગે સર્વસંમતિ કેવી રીતે બને છે, બધાં દળો એક સાથે કેવી રીતે આવી શકે, કયા કયા મુદ્દે એકતામાં વધારો થાય છે કે વિખેરાય છે, કૉંગ્રેસ પોતાની કૅડરમાં કઈ રીતે જુસ્સો ભરે છે, આ બધું જોવાનું રહેશે. એક તરફ રાહુલ ગાંધી માટે આ એક સારી તક હોય છે પરંતુ લોકો વિચારી રહ્યા છે કે કૉંગ્રેસ પાર્ટીને કેવી રીતે લાભ થશે ? કૉંગ્રેસ સાથે એક પાયાની સમસ્યા છે. કૉંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, અદાણી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા ઉઠાવી રહી છે અ તેમને લોકો પાસેથી પ્રતિક્રિયા મળી રહી છે. પરંતુ કૉંગ્રેસ આ ગતિને જાળવીને નથી રાખી શકી રહી આ આંદોલનને જીવતું નથી રાખી શકતી. આનું મોટું કારણ છે કૉંગ્રેસની અંદરની સંગઠન સંબંધી ખામીઓ. કૉંગ્રેસ એવી પાર્ટી પણ રહી છે જે જન આંદોલન અને જન ભાવનાઓની મદદથી સત્તામાં આવી હોય. ઇંદિરા ગાંધીની હત્યા બાદ એવો માહોલ બન્યો હતો અને રાજીવ ગાંધી 400 કરતાં વધુ બેઠકો જીત્યા હતા. પરંતુ હાલ લોકોનો ગુસ્સો, ભાવનાઓ અને સૈલાબ જેવો માહોલ નથી દેખાઈ રહ્યો. જે નિર્ણય થયો છે તેને કૉંગ્રેસ સિવાય બીજો કયો પક્ષ આંદોલનમાં બદલી શકે છે, તળિયેથી અવાજ ઉઠાવીને આંદોલનને ઈવીએમ સુધી લઈ જઈ શકાય છે કે કેમ એ જોવાનું રહેશે. આવી વ્યવસ્થા હાલ કૉંગ્રેસ પાસે નથી દેખાઈ રહી તેથી જ્યાં તેમની ભાજપની સાથે સીધી ટક્કર છે ત્યાં કૉંગ્રેસ બેઠકો હારે છે. વાત કરીને તેમની સાથે થયેલા અન્યાય વિશે જણાવે તો પાર્ટીને ફાયદો થઈ શકે છે. કૉંગ્રેસ જો આ મામલો સારી રીતે સામાન્ય લોકોને જણાવે કે શું થયું છે, તો તેને ફાયદો થઈ શકે છે. પાર્ટીએ અત્યાર સુધી પાછા ફરવાના કોઈ પ્રયાસ નથી કર્યા. લોકોને ‘અન્યાય’ વિશે જણાવવામાં વિપક્ષનાં દળોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હશે. એ લોકોને જણાવે કે આજે રાહુલ ગાંધી સાથે જે થયું છે એ આવતીકાલે ગમે તે અન્ય વ્યક્તિ સાથે પણ થઈ શકે છે. કૉંગ્રેસ સહિત ઘણાં વિપક્ષનાં દળો હજુ સુધી મતદારોને ભાજપ વિરુદ્ધ ઊભા નથી કરી શક્યાં. આના કારણે વિપક્ષનાં દળ અત્યાર સુધી લોકોને પ્રેરિત નથી કરી શક્યાં. જોકે, એક વસ્તુ તો સ્પષ્ટ દેખાઈ રહી છે કે આ નિર્ણયથી રાહુલ ગાંધીને ફાયદો થવાની સંભાવના વધુ છે. જેવી રીતે કટોકટી બાદ જેલમાં જવાની વાતને ઇંદિરા ગાંધીએ એક તકમાં બદલી હતી, કંઈક આવી જ તક રાહુલ ગાંધીને મળી છે. પરંતુ જોઈએ તેઓ શું કરી શકશે ?





 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page