top of page
Search

*AI ટેક્નિકથી બની રહેલી ભારતની પહેલી ગુજરાતી ફિલ્મ ધ ઇસ્કૂન બ્રિજ – એક પેરાનોર્મલ થ્રિલરનું મુહૂર્ત* ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થશે

  • ssoni43
  • Jul 15, 2025
  • 1 min read

થિંકઇન્ક પિક્ચર્સ, વ્હાઇટ સ્ક્રીન મોશન પિક્ચર્સ અને ગોસ્ક્રિપ્ટો AI ટેક્નિકથી નિર્મિત ભારતની પહેલી ગુજરાતી ફીચર ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. હાલ ફિલ્મનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે અને આ વરસે ડિસેમ્બર 2025માં રિલીઝ કરવાની યોજના છે.

ફિલ્મની કથા, પટકથા અને સંગીત AI ટેક્નિકથી તૈયાર નથી કરાયા કારણ, એમાં માનવીય સ્પર્શ હશે. ફિલ્મમાં માત્ર દૃશ્યો અને વિડિયો જ એઆઈ દ્વારા તૈયાર કરાશે. ગોસ્ક્રિપ્ટોનું પોતાનું વિઝ્યુએલ કન્ટેન્ટ એન્જિન Go2V ધરાવે છે. ધ ઇસ્કૂન બ્રિજના લેખક અને દિગ્દર્શક ચેતન ચૌહાણ છે જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પીઆરઓ છે. કુણાલ શાહ ફિલ્મના એઆઈ ક્રિએટિવ ડિરેક્ટર છે. અનેક સત્ય ઘટનાઓથી પ્રેરિત ફિલ્મનું સંગીત વિવેક છેત્રીનું છે.

મુહૂર્તના અવસરે દિગ્દર્શક ચેતન ચૌહાણે જણાવ્યું કે, અમારી પાસે હિન્દી ભાષાની ફિલ્મ બનાવવાનો વિકલ્પ હતો, પરંતુ અમે ગુજરાતીમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. કારણ, ગરવા ગુજરાતી હોવાને કારણે અમે અમારી માતૃભાષામાં ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. એઆઈ ટેક્નિકથી બનેલી પહેલી ગુજરાતી ફિલ્મ ધ ઇસ્કૂન બ્રિજઢોલિવુડ માટે એક નવી કેડી કંડારવાનું કાર્ય કરશે એવી અમને આશા છે.

તો કુણાલ શાહે જણાવ્યું કે, ધ ઇસ્કૂન બ્રિજના તમામ પાત્રોને અસ્ખલિત ગુજરાતીમાં બોલતા જોઈ દર્શકો અચંબિત રહી જશે. ફિલ્મ એક પેરાનોર્મલ થ્રિલર છે જે દર્શકોને અદભુત અનુભવ કરાવશે.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page