top of page
Search

ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોશિયન ના ગુજરાત ના પ્રમુખ પદે શ્રી આનંદ દોશી ની વરણી...

  • ssoni43
  • Feb 9, 2025
  • 1 min read

હમણાં ટુંક સમય પહેલાં મધ્યપ્રદેશના માંડવગઢ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશન (આઇજા)ના અધિવેશનમાં આઇજા ના અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ હુંડિયા ના વરદ હસ્તે અંદાજે 300 પત્રકારોની હાજરીમાં નિયુક્તિ પત્ર આપીને ગુજરાત આઇજા ના પ્રમુખ પદે શ્રી આનંદભાઈ નવિનચંદ્ર દોશી ની વરણી કરવામા આવેલ છે,

આજથી લગભગ 10 વર્ષ પહેલાં મેરુ તેરસ ના દિવસે ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશન ના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી હાર્દીકભાઈ હુંડિયા દ્વારા આઇજા ની સ્થાપના કરવામાં આવી હતી,

તેમજ દેશના ખુણે ખુણેથી જૈન પત્રકારો આ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે, આ ગ્રુપ ધીરે ધીરે એક નાનકડા છોડમાંથી મોટું વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે,

ગુજરાત માંથી પણ આ ગ્રુપમાં જૈન પત્રકાર મિત્રો જોડાઈ રહ્યા છે, ગુજરાત માં આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તેમજ સુંદર માર્ગદર્શન હેતુ ગુજરાત આઇજા ના પ્રમુખ પદે શ્રી આનંદભાઈ નવિનચંદ્ર દોશીની વરણી કરવામા આવેલ છે,

ઉપરોક્ત વરણી થતા ગુજરાત આઇજા ટીમ ખૂબ ગૌરવ અનુભવે છે,

આ કાર્યક્ર્મ માં ગુજરાતમાં થી હિતેશ શાહ, અલ્પેશ શાહ, અજીત મહેતા, નવિન દોશી વિગેરે ગુજરાત આઇજા ટીમના સભ્યો હાજર રહ્યા હતા,

આ બાબતે શ્રી આનંદભાઈ દોશીના જણાવ્યા અનુસાર ગુજરાત માટે આઈજા ની ટીમમાં તેઓ હજુ વધુને વધુ જૈન પત્રકાર મિત્રોને જોડશે, તેમજ જૈન સમાજની લગતી જે પણ મુશ્કેલીઓ હશે તે પત્રકારોની કલમ થકી વાચા આપવામાં આવશે,

તેમજ વધુમાં ગુજરાત આઈજા ટીમમાં જૈન પત્રકારો જોડાય એવું આહ્વવાન કર્યુ હતું..

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page