
અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા તેના સીએસઆર પ્રોજેક્ટ ‘ઉત્થાન’ હેઠળ મહાપાલિકાની શાળાઓમાં ‘મરાઠી ભાષા દિવસ’ની ઉજવણી
- ssoni43
- Feb 27
- 1 min read
મરાઠી ભાષા ગૌરવ દિવસ અને મહાન કવિ કુસુમાગ્રજની જન્મજયંતીની ઉજવણી કરવા માટે અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન થકી મહાપાલિકાની શાળાઓને મહારાષ્ટ્રિયન પરંપરાનાં જીવંત કેન્દ્રમાં ફેરવી દેવાઈ હતી. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે શૈક્ષણિક અભ્યાસને જોડવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓને પૌવાડા, અભંગ અને આદિવાસી તરપા નૃત્ય જેવા ઊર્જાત્મક પરફોર્મન્સ માણવા સાથે શબ્દની રમતો થકી તેમનો શબ્દભંડોળ સુધારવામાં મદદ થઈ હતી. પસાયદાનના સમૂહ પઠન સાથે દિવસની પૂર્ણાહુતિ કરીને પ્રોજેક્ટે બાળકોને તેમનાં સ્થાનિક મૂળ અને ભાષા સાથે ઊંડાણથી જોડી રાખીને તેમના અભ્યાસમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા મદદરૂપ થવાના લક્ષ્યને સફળતાથી આગળ વધાર્યો હતો
.png)



Comments