
અદાણી ઈલેક્ટ્રિસિટી ગ્રાહકોનાં હિતોનું પૂરું રક્ષણ કરે છેઃ ન્યાયી વીજ માટે સ્માર્ટ વીજિલન્સ
- ssoni43
- Dec 3, 2025
- 1 min read
મુંબઈ
અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વિતરણ નેટવર્કમાં મશીન લર્નિંગ (એમએલ) અને મીટર ડેટા ટેકનોલોજીઝને આધારે આધુનિક થેફ્ટ પ્રેજિકશન અને મહેસૂલ રક્ષણ મોડ્યુલ કામે લગાવીને ન્યાયી અને વિશ્વસનીય વીજ પ્રદાન કરવાની તેની કટિબદ્ધતાને મજબૂત બનાવી છે. આ પહેલ વીજ ચોરી નાથવા, જેન્યુઈન ગ્રાહકોનું રક્ષણ કરવા અને પારદર્શક તથા કાર્યક્ષમ પાવર ઈકોસિસ્ટમ માટે શાસન બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે.
જાન્યુઆરી 2025માં મશીન લર્નિંગ આધારિત થેફ્ટ પ્રેડિકશન મોડ્યુલ રજૂ કરાયું ત્યારથી અદાણી ઈલેક્ટ્રિસિટીએ રૂ. 8.59 કરોડ મૂલ્યના કુલ 5.0 મિલિયન યુનિટ્સ(એમયુ)ની વીજ ચોરી શોધી કાઢી છે. તાજેતરના ઉચ્ચ મૂલ્યના કેસમાં ટેકનોલોજીએ રૂ. 87 લાખ મૂલ્યના 0.4 એમયુનો સમાવેશ ધરાવતા મલાડ (પ)માં ઈલેક્ટ્રોપ્લેટિંગ યુનિટ ખાતે સીધા પુરવઠામાં ચોરી પકડી પાડી છે. આ આધુનિક સાધનોથી કૃતિ ઝડપી, ડેટા પ્રેરિત બની હોઈ ન્યાયીપણાની ખાતરી રાખે છે અને અનધિકૃત ઉપયોગના બોજ સામે ઈમાનદાર ગ્રાહકોને રક્ષણ આપે છે.
વિજિલન્સના પ્રયાસો સર્વેલન્સ અને વિશ્વસનીય ઈન્ટેલિજન્સથી માર્ગદર્શિત ઉચ્ચ જોખમના વિસ્તારો પર વ્યૂહાત્મક રીતે કેન્દ્રિત છે, જ્યારે મશીન લર્નિંગ મોડ્યુલ ઈન્ટીગ્રેશને વ્યાપક ચોરીના વિશ્લેષણ થકી શાસન પર ભાર આપે છે.
મશીન લર્નિંગ મોડ્યુલ ટેકનોલોજી ગોઠવવા પર બોલતાં અદાણી ઈલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યં હતું કે, “અમે વિશ્વસનીય અને સંરક્ષિત વીજ પુરવઠાની ખાતરી રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે કટિબદ્ધ છે. મશીન લર્નિંગનું ઈન્ટીગ્રેશન ચોરી પકડી પાડવાનું બહેતર બનાવે છે, શાસન મજબૂત બનાવે છે અને અસલી ગ્રાહકોનું અનધિકૃત ઉપયોગની અસરથી રક્ષણ કરે છે, જે વધુ સ્માર્ટ, સક્ષમ ઊર્જા ભવિષ્ય માટે અમારો ધ્યેય પ્રદર્શિત કરે છે.”
મશીન લર્નિંગ મોડ્યુલ પાવર્ડ સિસ્ટમ ડેટા એનાલિસિસને સ્વયંચાલિત કરે છે, શૈલી આધારિત નનામીઓને શોધે છે અને ચોરીની ઓળખને તેજ બનાવે છે. ગ્રાહકોની રૂપરેખા અને ઉપભોગ શૈલીનું વિશ્લેષણ કરીને તે અચૂક રીતે સંભાવ્ય કિસ્સાઓ તરફ ધ્યાન દોરે છે, જેથી પ્રતિસાદ સમય, લક્ષ્યનાં નિરીક્ષણો અને માહિતગાર નિર્ણય લેવાનું ઝડપી બને છે. આ ડેટા પ્રેરિત અભિગમ અમલબજાવણીને મજબૂત બનાવવા સાથે સંચાલન ખર્ચ ઓછો કરીને ગ્રાહકો માટે ન્યાયીપણું અને વિશ્વસનીયતાની ખાતરી રાખે છે.
.png)



Comments