
ઉત્તર મુંબઈમાં વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું
- ssoni43
- Nov 30, 2025
- 1 min read
કાંદીવલી પશ્ચિમના ચારકોપ વિસ્તારમાં સાંસદ વિકાસ ભંડોળમાંથી તૈયાર કરાયેલી બે મહત્વપૂર્ણ ક્રાંતિકારી યોજનાઓનું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને ઉત્તર મુંબઈના સાંસદ પીયુષ ગોયલની હાજરીમાં થયું.
ઓમકાર સહકારી ગૃહ સંસ્થામાં નવા અભ્યાસ ખંડનું ઉદ્ઘાટન અને અષ્ટવી નાયક સહકારી ગૃહ સંસ્થાનું ઉદ્ઘાટન કરાયું સાથે લેડીંગ અને પાણીની પાઇપલાઇનના કામોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે બોલતા, પીયૂષ ગોયલે કહ્યું, "વિકાસ અને જન કલ્યાણ કાર્ય હવે સીધા લોકો સુધી પહોંચી રહ્યું છે, અને આ ખૂબ આનંદની વાત છે. માતાઓ અને બહેનોના કલ્યાણથી લઈને સર્વાંગી વિકાસ માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે. યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેનો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે."
તેમણે યુવાનો અને નાગરિકોને વધુ તકો મેળવવા માટે કાંદિવલીમાં કૌશલ્ય કેન્દ્રમાં નામ નોંધણી કરાવવા પણ વિનંતી કરી. "ટૂંક સમયમાં વધુ બે કૌશલ્ય કેન્દ્રો બનાવવામાં આવશે," તેમણે ઉમેર્યું.
આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ સાગર, જિલ્લા પ્રમુખ દીપક તાવડે અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
.png)



Comments