કભી નયે પેકેટ મે બેચે તુમકો ચીઝ પુરાની.
- ssoni43
- Feb 28, 2023
- 4 min read
અલાદીનના ચિરાગ જેવા જાદુઈ ઇન્ટરનેટ જગતમાં ટીવી પછી મોબાઈલની સ્ક્રિનિંગે મોટી જગ્યા લઈ લીધી છે. જે વસ્તુ ટીવીમાં નથી જોઈ શકાતી એ હવે મોબાઈલમાં જોઈ શકાય છે. એ પછી એડવર્ટાઈઝમેન્ટ હોય કે એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી વેબ સિરીઝ. હવે આનાથી તદ્દન વિપરીત સ્ક્રિનિંગ વિઝયુલાઈઝેશન પર આવતી દરેક વિડીયો બેઝ વસ્તુ મોટા મેદાન અને સ્ક્રીન ઉપર જ તૈયાર થાય છે જેનું પરીક્ષણ પાછું મોનિટર જેવા મોટા ટીવીમાં થાય છે. ટૂંકમાં ક્વોલિટી કન્ટેન્ટ આપવા માટે પરીક્ષણની લેબ માંથી પસાર થવાનું હોય છે. માર્કેટમાં પ્રોડક્ટ અને સર્વિસ આ બંને પાસાઓ એકબીજા સાથે એક સિક્કાની બે બાજુની જેમ જોડાયેલા છે. હકીકત એવી પણ છે કે સર્વિસ રિલેટેડ બિઝનેસ કોઈપણ હોય રેવન્યુ ગ્રોથ તો કંપની જ નક્કી કરતી હોય છે.
જ્યારથી જીએસટી ટેક્સની ગુચમ શરૂ થઈ છે ત્યારથી કંપનીઓની નીતિમતા અને પોલીસી મેકિંગની પ્રક્રિયામાં કસ્ટમાઈઝેશનનો તડકો લાગ્યો છે. આ ચમકારામાંથી બહાર આવતી સર્વિસ કે પ્રોડક્ટ એવી રીતે માર્કેટ સુધી પહોંચે છે કે ઉત્પાદકતાથી લઈને સેલ્સમેન સુધી બધાય થોડા ઘણા અંશે સાચવાઈ જાય છે. હવે આની સામે મોટો તફાવત જુઓ ડુંગળીનું મબલખ ઉત્પાદન કરતા ખેડૂતો મફત ડુંગળી આપવા કે ઢોરને ખવડાવવા તૈયાર છે પણ ભાવ નથી. ગુજરાતમાં કપાસનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે જિનિંગ મિલ ચાલે છે પરંતુ કાપડ પણ ક્યાં સસ્તું છે ગુજરાતમાં? આ બધા તફાવતના મુદ્દાઓ વચ્ચે એનાથી પણ મોટો કોન્ટ્રાસટ જુઓ. ગોવામાં સોફ્ટ ડ્રિંક્સની બોટલ મોંઘી છે. એની સામે 'બોટલ' સસ્તી પડે છે. ટૂંકમાં જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં પણ વસ્તુની કોઈ જ સરળતા કે સસ્તાઈ નથી. ઘણી બધી એવી કંપનીઓ છે જે તે ગેરંટી વોરંટી સાથે વસ્તુઓ આપે છે પરંતુ એ જ વસ્તુ કે સર્વિસ ગ્રાહક તરફથી સંતોષકારક ન લાગે ત્યારે કેમ પોલીસી અને નિયમ કંપનીની તરફમાં થઈ જાય છે? સાવધાન રહે સતર્ક રહે આવું દરેક કંપનીએ લાગુ પડે છે પરંતુ કંપનીને ખરેખર શું લાગુ પડે છે એના પર રિસર્ચ કરીએ તો પીએચડીનો થેસિસ બની જાય.
દરેક વસ્તુ કે સર્વિસના પેકેટ ઉપર ઝીણા અક્ષરે લખાયેલી સૂચના પાછળ જાડા ફોર્મેટમાં છપાયેલી ફૂદડી ખરા અર્થમાં ગ્રાહક માટે છે કે કંપની માટે એવો દાવો હજી સુધી ક્યાંય પ્રકાશિત નથી. રેડ કે ગ્રીન માર્કો આમ તો શાકાહારી કે માંસાહારીને પ્રદર્શિત કરે છે. પણ કોઈ સર્વિસ કે પ્રોડક્ટ ઉપર એવી સ્પષ્ટતા ખરા કે આ કંપનીમાં આટલી ટેક્સચોરી છે કે જીએસટી આટલા ટકા લાગુ પડે છે? જે વેપારીઓ જીએસટી ટેક્સનો વિરોધ કરતા હતા એ તમામ ખચોખચ ટ્રેનમાં બીજા માણસો ગોઠવાઈ જાય એ રીતે ગોઠવાઈ ગયા. એ સિવાય પેકિંગ ચાર્જ કે પોતાની પ્રોડક્ટ ઉપર જીએસટી ના નામે ખુદનું જીન્સ ભરવાનું અભિયાન છાનાં ખૂણે શરૂ થયું. રાજ્ય તેમજ જે તે પ્રદેશની જીએસટીની આવક દિવસે દિવસે કરોડોમાં રેકોર્ડ થાય છે પરંતુ ગ્રાહકોની વેદના ક્ષિતિજને પેલે પાર જાય છે. મોલ કે મેગા સ્ટોર માંથી બહાર નીકળીએ એટલે વસ્તુની જવાબદારી તમારી પણ ભાઈ ઉત્પાદન કરનારાઓને ટેકસ ચોરી કરવાનો મોકો કોણ આપે છે? આવું તો કે પકડાતું જ નથી. મોબાઈલ નેટવર્કમાં પણ 86 કે 56 દિવસની વપરાશ અવધિ એવી રીતે કાઉન્ટ થાય છે કે આગલા દિવસે ઇન્ટરનેટનું પડીકું વળી જાય છે.
હિસાબ કરવા બેસીએ તો ડેટા ચોરી એ સમયથી લાગુ પડી જ્યારથી મોબાઇલમાં ઇન્ટરનેટ આવ્યા. એમાં પણ કસ્ટમર નામની કન્યાની કેડ પર તાગડધિનના કરવાનો કંપનીઓએ રસ્તો શોધી કાઢ્યો. અત્યાર સુધીના કેસમાં મોટાભાગે ગ્રાહક કંટાળીને એ વસ્તુ છોડી દે અથવા તો બીજો વિકલ્પ વિચારી લે. સાલુ કોઈ કંપની તો ક્યારે ગુનામાં આવતી જ નથી. આટલી પારદર્શિતા અને પાવરફુલ પર્ફોર્મન્સ હોય તો ટેક્સ ચોરી કેમ છુપી રહી જાય છે? ગેરેન્ટી નો યોગ પૂરો થઈ ગયો અને વોરંટીના દાયકા શરૂ થયા. રિપ્લેસમેન્ટ અટક્યું અને રીપેરીંગ ચાર્જ વધ્યા. કંપની અને કડિયો આ બંને એક જ સમાન પાસા ઉપર છે. જેની વચ્ચે ખરેખર તો કચ્ચરઘાણ ખેડૂતોથી લઈને સામાન્ય મધ્યમ વર્ગ સુધી તમામ નો નીકળે છે. સ્પર્ધા , સ્વાર્થ, સત્તા, સુખની ભુખ, આ તમામ કંપની માટે જ છે તો પછી કસ્ટમર માટે લોભામણી અને લલચામણી સ્કીમનું પોપટ શા માટે?
સેલના નામે દોટ મુકનારા અને દોઢ ગણી ચોરી કરનારા માર્કેટમાં વગર જવાબદારીએ ધંધો કરે છે જેની સામે ગટરમાં વહેતી કેમિકલની ગંગામાં ભોગ તો ગ્રાહકનો જ લેવાય છે. સરકારી કંપની હોય કે ખાનગી એલર્ટ માત્ર ગ્રાહકોએ જ રહેવાનું છે હવે સવાલ એ થાય છે કે શું કંપનીને પોતાની સર્વિસ કે પ્રોડક્ટ ઉપર એટલો પણ ભરોસો નથી.? એવોર્ડ વિનીંગ પ્રોડક્ટ અને સર્વિસ બેસ બિઝનેસમાં બેસ્ટ પર્ફોર્મન્સ દેતી કંપનીઓ આમ તો પાયાની ગ્રાહક છે ત્યારે કેમ ગ્રાહક લક્ષી દ્રષ્ટિકોણનો વિચાર નથી આવતો. ટેક્સના નામે ભાવ વધારાથી દાંત વાળી દેતી કંપનીઓ ખરા અર્થમાં તો ચોર જ છે.
બેંક હોય કે બેકરી દરેક સર્વિસ કે ઉત્પાદન આમ તો ગ્રાહકને જ ફ્રેમમાં રાખીને આગળ વધતા હોય છે. તો પછી ગ્રાહકની ગેમ ઓવર થાય ત્યારે એને દરિયો છે જેવડા દુશ્મન માની બેસે છે. આમ તો જ્યાં સુધી કરોડોનું કુંડાળું કે અબજોનું આંધણ ન પકડાય ત્યાં સુધી મોજે દરિયા જ છે. રિચાર્જ થી લઈને રોકડ સુધી ક્યાંય કોઈ કંપની કોઈના ક્લચમાં આવતી નથી બસ વિકલ્પ શોધો અને ગ્રાહકને ટોપી પહેરાવો. ખરેખર તો ખાનગીકરણના નિયમોમાં ઇન્સ્પેક્શન તેમ જ મૂલ્યાંકનનો મુદ્દો સરકારે જ તૈયાર કરવો જોઈએ. રૂપિયાના વજનથી આપેલી મંજૂરી આખરે તો માથાકૂટના ઘર જ ઉભા કરે છે. પછી તો મંજૂરી દેનાર સરકાર પણ હાથ નથી પકડતી અને કંપની પૈસાના જોડે કાંડા કાપી લે છે. વિદેશનું આંધળું અનુકરણ કરનારાઓની પણ એક આખી ફોજ છે. હવે જો કોઈ દેશને ફોલો કરવા હોય તો દુબઈને કરવા જેવો છે. જ્યાં કોઈ ખાનગી કંપનીનો કર્મચારી કે કસ્ટમર સરકારને કંપનીની ફરિયાદ કરે તો એની સામે જ એક્શન લેવાય છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી એ જ સમયે છૂટું પડે છે. આપણે ત્યાં અરજીના નામે કોથળા ભરાય અને પછી ફાઈલ અભેરાઈએ ચડી જાય એવો માહોલ છે.

#news #gujarati #gujaratinews #business #advertisement #promotion #marketing #marketingdigital #digitalmarketing #branding #socialmedia #entrepreneur #socialmediamarketing #content #design #instagram #advertising #smallbusiness #graphicdesign #motivation #success #marketingstrategy #seo #digital #empreendedorismo #entrepreneurship #productplanning #policy #consumer #tax #revenue #network #transparency #bhfyp #onlinemarketing #marketingtips #GST #corporate #government #India #narendramodi
.png)



Comments