ખેત ઉત્પાદન અને ગ્લોબલ માર્કેટ: બહોત કુછ કરના બાકી હૈ
- ssoni43
- Mar 16, 2023
- 3 min read
વિધાનસભા હોય કે સાંસદ જ્યારે પણ ખેતીક્ષેત્રના પ્રશ્નો ચર્ચામાં આવે છે એ સમયે સરકાર બચાવ પક્ષમાં અને વિપક્ષ લડી લેવાના મૂડમાં હોય છે. ખેડૂત અને ખેતી બંને રાજકીય દ્રષ્ટિકોણથી મણ જેટલા મત મેળવવાના મુદ્દા રહ્યા છે. સરકારી સ્ટોરેજ માંથી અનાજ બગડી જવા તેમજ ચોરાઈ જવા સુધીના કિસ્સાઓ બને છે એ સમય માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થાય છે. જ્યારે માર્કેટ યાર્ડમાં ખેડૂતો માલસામાન લાવે છે ત્યારે અપૂરતા ભાવના લઈને મોટી માથાકૂટ થાય છે. મિનિમમ સપોર્ટ ના કારણે ઘણી બધી માથાકૂટ રાજ્ય થી લઈને કેન્દ્ર સુધીની થયેલી છે. બીજી તરફ સરકાર ખેત ઉત્પાદનોને વૈશ્વિક કક્ષાએ પ્રમોટ કરવા માટે માત્ર વાયદા કરી રહી છે.
ગ્લોબલ માર્કેટમાં જ્યારે પણ મોટી સખળડખડ થાય છે એ સમયે ઘણા મોટા પડઘા પડે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. ખરીદીમાં ખેત ઉત્પાદનનો મોટો ભાગ વેચાણ હેતુ આગળ વધે છે. પરંતુ ખેડૂતના ભાગે આવતી રકમના ટકા ખૂબ ઓછા હોય છે. આ તફાવતના મુદ્દામાં ભોગવવાનો વારો ખેડૂતોનો આવે છે. આવક બમણી કરવાના મુદ્દાને ખરેખર પાયાના દ્રષ્ટિકોણથી સમજવામાં આવે તો બિયારણના ભાવથી ખાતર તેમજ ફેન્સીંગ સુધી દરેક કિંમત ઉપર એક રિસર્ચ થવું જરૂરી છે. જ્યારે પાક બગડે છે ત્યારે ઘણી વખત હકીકત સામે ખેડૂતો માથે હાથ દઈને રડતા હોય છે. આ કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રાંતના સીમિત ખેડૂતોની વાત નથી.
જ્યારે પણ વિધાનસભા કે સંસદમાં મોટા હંગામા થાય છે ત્યારે ખેડૂતોના પાયાના પ્રશ્નો બાજુમાં અને રાજ રમત મેદાનમાં આવી જાય છે. ખાસ કરીને જ્યારે પ્રશ્નો પાણીના તેમજ પાક ઉત્પાદનમાં હોય ત્યારે માત્ર માર્કેટિંગ યાર્ડ પૂરતા જ ઉત્પાદનો સીમિત બની જાય છે. આ માટે સંસ્થાઓના પૂરતા પ્રમોશનની કોઈ જ વ્યવસ્થા નથી જેના કારણે ઉત્પાદન પ્રમોટ થયા વગર પડયુ રહે છે. જ્યારે બીજા દેશમાં ખેડૂતો માટેના આખા પોર્ટલ કામ કરતા હોય છે જેમાં ખેડૂત જ ડાયરેક્ટ પોતાના ઉત્પાદનનું સીધું પ્રમોશન કરી શકે છે.
વેપારીઓના ફાયદા માટેની વાત આવે ત્યારે ઘણા ખરા અંશે પાછલા બારણે રાજકારણ રમાંતું હોય છે જે માટેનો મુદ્દો ભાગ્યે જ સામે આવે છે. ખેતપેદાશોને ખરા અર્થમાં પ્રમોટ કરવા માટે એક એવા માધ્યમની જરૂર છે જે ખેતપેદાશ ને સીધી રીતે રેવન્યુ અને રિવોલ્યુશન બંને આપે. કોઈ એક જ વિસ્તારમાં બધી વસ્તુ પાકે એ જરૂરી નથી તો બીજી તરફ એક જ રહેવાની નથી તમામ ખેત પેદાશોને ફાયદો થાય એવું પણ નથી. જ્યારે જ્યારે ખેત ઉત્પાદનોને પ્રમોટ કરવાની વાત આવે છે ત્યારે સામાન્ય કિંમત થકી આપે પેદાશો ખરીદી લેવામાં આવે છે. ક્વોલીટી આધારિત વસ્તુઓ દરેકને પસંદ પડે છે એ પછી સરકાર હોય કે વેપારી પરંતુ જ્યારે આ ક્વોલિટીને પકવવાની કે ગુણોત્તર મેળવવાની વાત આવે છે ત્યારે કોઈ ખિસ્સામાં હાથ નાખતું નથી.
કણ કણ માટે મહેનત કરતા ખેડૂતો મણ જેટલું ઉત્પાદન કરે છે ત્યારે એ ઉત્પાદનના પૈસા સંપૂર્ણ રીતે સંતોષકારક હોતા નથી. યોજનાઓના લાભ માટે ઘણા બધા કાગડિયાઓ આપવા પડે છે તેમજ ઘણી વખત તો જે તે પ્રાંત અધિકારી અનાજના ભોગે પૈસા ખાઈ જાય છે આવી પરિસ્થિતિ વચ્ચે એક ઉત્પાદનને ગ્લોબલ માર્કેટ કેવી રીતે મળી શકે એ વિચારવા જેવું પ્રશ્ન છે. માર્કેટિંગ યાર્ડમાં એક પ્રકારની એવી વ્યવસ્થા કરી શકાય કે દરેક કોમોડિટીને લાઈવ કરી એના ભાવ સળંગના માહિતી પ્રકાશિત પ્રસારિત થઈ શકે. યાડના સંગઠન પાછળ રાજકીય પીઠબળ મજબૂત હોવાથી ઘણી વખત આખો માહોલ બદલી જાય પછી ખેડૂત સુધી રકમ પહોંચતી નથી. જ્યારે પણ આવા માલ થકી સરકારી પોલીસી અંતર્ગત ઉત્પાદન મંગાવવામાં આવે છે ત્યારે એના મૂલ્યાંકન સામે સતત પ્રશ્નો તોડાતા રહે છે.
ગ્લોબલ માર્કેટ ક્યારેય કોઈ એક દેશની ન હોઈ શકે એમાં બધા દેશના સહિયારા પ્રયાસ થકી કોઈ એક કોમોડિટી ઉપર પ્રમોશન કે ડાબી બાજુ ન થઈ શકે જ્યારે એક દેશ બહુવિધ પાક અને ઉત્પાદન વહેંચે છે ત્યારે સમગ્ર દેશની રેવન્યુ ઘણી ખરી રીતે રોટેટ થઈ છે એની સામે ખરીદી આયાત નિકાસ તેમજ એક પોલીસી અંતર્ગત આખું માર્કેટ ચાલતું હોય છે તફાવત ત્યાં પડે છે કે જ્યારે ખેડૂત પાસે ઉત્પાદનના ભાવ યોગ્ય સમયે યોગ્ય હોય એટલા ન મળે ત્યારે ઉપરની માર્કેટ સુધી આખો માહોલ ઓરીજનલ રહેતો નથી. આવામાં જ્યારે એક દેશ બીજા દેશ પાસેથી કે એક રાજ્ય બીજા રાજ્ય પાસેથી ખરીદી કરે છે ત્યારે મૂળ કિંમત કરતાં કે ખેડૂતને મળતી કિંમત કરતા માર્કેટની ઓવરઓલ રેવન્યુ મોટી બની જાય છે તો આમાં સર્જકને ખોટ ખાવાનો વારો આવે છે આ રકમમાં વધારો થાય તો માર્કેટમાં પ્લસ-માઇનસ થઈ શકે છે. ખેડૂતના ઉત્પાદન સામે જો ભાવ વધારો એમને આપવામાં આવે તો ગ્રાહક સુધી પહોંચતા કમિશનમાં કે પેકેજીંગ ચાર્જમાં કોઈ વધારો ઘટાડો ન કરીએ તો પણ સારી ક્વોલિટી ની વસ્તુ ગામના છેવાડાના માણસ સુધી કે દુનિયાના છેડે બેઠેલા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડી શકાય.

.png)



Comments