top of page
Search

*ગુજરાતી ફિલ્મોની હિટ જોડી*

  • ssoni43
  • Feb 20, 2025
  • 3 min read



પી સી કાપડિયા


બૉલિવુડની હોય કે પ્રાદેશિક, ફિલ્મો હિટ થવાના અનેક પિરબળો હોય છે. એમાંનું એક કારણ છે ફિલ્મના હીરો-હીરોઇનની જોડી. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો બ્લૅક એન્ડ વ્હાઇટના જમાનાથી હીરો-હીરોઇનની લોકપ્રિય જોડી ફિલ્મને હિટ બનાવવામાં મહત્વનો ભાગ ભજવતી હતી. દિલીપ કુમાર-મધુબાલા, દિલીપ કુમાર-મીના કુમારી, રાજ કપૂર-નરગિસે બ્લૅક એન્ડ વ્હાઇટ ફિલ્મોના દોરને ગજવ્યો હતો. તો રંગીન ફિલ્મોના જમાનામાં ધર્મેન્દ્ર-હેમા માલિની, રાજેશ ખન્ન્ાા-મુમતાઝ, રાજેશ ખન્ન્ાા-શર્મિલા ટાગોર, અમિતાભ બચ્ચન-રેખા, રાજકુમાર-પ્રિયા રાજવંશ, શાહરુખ ખાન-કાજોલની જોડી એવી વિખ્યાત હતી કે તેમના નામ સાંભળી દર્શકો ફિલ્મ જોવા ધસારો કરતા. હીરો-હીરોઇનની જેમ હિન્દી ફિલ્મોમાં કૉમેડિયનોની જોડી પણ ભારે ખ્યાતિ પામી હતી. જેમાં મહેમુદ-અરુણા ઇરાની, મહેમુદ-શુભા ખોટે, રાજેન્દ્રનાથ-મનોરમા, રાજેન્દ્રનાથ-ટુનટુન વગેરેનો સમાવેશ થાય છે.

માત્ર બૉલિવુડની જ લોકપ્રિય કલાકારની જોડી ફિલ્મો હિટ બનાવતી હતી. એવું નથી. આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ સુપરહિટ જોડી આપી છે જેમના નામ જ ફિલ્મ હિટ કરવા પૂરતા હતા. ઢોલિવુડની સુપરહિટ જોડીમાં જો સૌથી વિખ્યાત નામ હોય તો એ છે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાનું.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવનાર પહેલવહેલી સુપરહિટ જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની પહેલી ફિલ્મ હતી ૧૯૭૩માં આવેલી રવિન્દ્ર દવે દિગ્દર્શિત રાજા ભરથરી. ફિલ્મે બૉક્સ આૅફિસ ગજવી, અને એ પછી તો આ જોડી ગુજરાતના યુવદિર્લોની ધડકન બની ગઈ. રાજા ભરથરી બાદ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાએ અનેક ફિલ્મો કરી જમેકે હોથલ પદમણી, હિરશ્ચંદ્ર તારામતિ, ભાદર તારા વહેતા પાણી, વીર માંગડાવાળો (જેમાં અમજદ ખાને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી),સોન કંસારી, પાતળી પરમાર, મચ્છુ તારા વહેતા પાણી, ભવ ભવના ભેરૂ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

મજાની વાત એ છે કે રોમાન્ટિક જોડી ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની એક ફિલ્મ હતી રા'નવઘણ. આ ફિલ્મમાં તેમણે ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી. તો ગુજરાતી ફિલ્મોના ચાહકોએ જેમને અઢળક પ્રેમ આપ્યો એ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની છેલ્લી ફિલ્મ હતી ૨૦૦૯માં િરલીઝ થયેલી કાના કેમ રે ભુલાય મારી પ્રીત. જોકે આ ફિલ્મના મુખ્ય કલાકાર હતા હિતેન કુમાર અને આરતી પટેલ.

કિરણ કુમાર - અરુણા ઇરાની

ઢોલિવુડની સુપરહિટ જોડીમાં કિરણ કુમાર અને અરુણા ઇરાનીનું નામ પણ ટોચની યાદીમાં આવે છે. અૅક્શન ફિલ્મો માટે જાણીતી ગુજરાતી ફિલ્મોની આ બેલડીએ અનેક હિટ ચલચિત્રો આપ્યાં છે. જેમાં કંચન અને ગંગા, ચરોતરની ચંપા, જમના બની જગદંબા, વિફરેલી વાઘણ, ફÝટપાથની રાણી, વેરની આગ, ખબરદાર, રજપૂતાણી, રંગીલી ગુજરાતણ, સુહાગન, મા વિના સૂનો સંસાર અને દીકરી ચાલી સાસિરયે મુખ્ય છે. અરુણા ઇરાની અને કિરણ કુમારે જેટલી અૅક્શન ફિલ્મો આપી છે એટલી કદાચ બીજા કોઈ હીરો-હીરોઇનની જોડીની નહીં હોય.

અરવિંદ કિરાડ - રીટા ભાદુરી

ગુજરાતી ફિલ્મોની આેર એક વિખ્યાત જોડી એટલે અરવિંદ કિરાડ અને રીટા ભાદુરી. અેંસી-નેવુંના દાયકામાં ગુજરાતી ફિલ્મોની આ લોકપ્રિય જોડીએ માધવપુરના મેળે, મારી બેના, વાગી પ્રેમ કટારી, સમયની બલિહારી જેવી અનેક ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા.

હિતેન કુમાર - રોમા માણેક

દેશ રે જોયા દાદા પરદેશ જોયામાં પહેલીવાર સાથે આવેલા હિતેન કુમાર અને રોમા માણેક ગુજરાતી ફિલ્મોની સૌથી લોકપ્રિય જોડીમાંની એક છે. ત્યાર બાદ આ બંને કલાકારોની જોડીએ ગામમાં પિયિરયું ગામમાં સાસિરયું, મોતીના ચોક મેં સપનાંમાં દીઠાં, ચુંદડી આેઢાડું હો રાજ, મહીસાગરનાં મોતી, પાંદડુ લીલું રંગ રાતો જેવી હિટ ફિલ્મો આપી હતી. આ બંને કલાકારોની એક ફિલ્મ હતી ઊંચી મેડીના ઊંચા મોલ. જોકે ફિલ્મમાં હીરો હતા નરેશ કનોડિયા જ્યારે હિતેન કુમારે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. રોમા માણેક ઉપરાત હિતેન કુમારની આનંદી,

નરેશ કનોડિયા - રોમા માણેક

રોમાન્ટિક જોડી તરીકે ભલે હિતેન કુમાર અને રોમા માણેકનું નામ વધુ ચગ્યું હોય પણ રોમા માણેક સાથે નરેશ કનોડિયાએ પણ ઘણી હિટ ફિલ્મો આપી હતી. નરેશ કનોડિયા અને રોમા માણેકની જાણતી ફિલ્મોમાં આંગણે વાગ્યા રૂડા ઢોલ, દલડાં લીધા ચોરી હો રાજ, ઊંચી મેડીના ઊંચા મોલ, રાજરતન, દલડું લાગ્યું સાયબાના દેશમાં, કાંટો વાગ્યો કાળજે, પરદેસી મણિયારો,પારકા પાદરની ગોરાંદે, કડલાની જોડ (આ ફિલ્મમાં કિરણ કુમાર પણ હતા), મહેંદી રંગ લાગ્યો, મન સાયબાની મેડીએ, તમે જીત્યા અને અમે હાર્યા, ગોવાળિયો અને ઢોલી તારો ઢોલ વાગે. અહીં એક વાત કહેવાની કે નરેશ કનોડિયાએ સ્નેહલતા, મીનાક્ષી, દીપ શિખા સહિત અનેક અભિનેત્રઆે સાથે પણ હિટ ફિલ્મો આપી છે.

હાસ્ય કલાકારની વિખ્યાત જોડી

હિન્દી ફિલ્મોમાં જેમ મહેમુદ સાથે શુભા ખોટે અને અરુણા ઇરાનીની જોડીએ કૉમેડિયન તરીકે ધૂમ મચાવી હતી તેમ ગુજરાતી ફિલ્મોમાં રમેશ મહેતા સાથે મંજરી દેસાઈ અને રજનીબાળાની જોડીએ ધૂમ મચાવી હતી. એ સમયે મોટાભાગની ફિલ્મોમાં રમેશ મહેતા મંજરી દેસાઈ સાથે કે રજનીબાળા સાથે જોવા મળતા.

ઢોલિવુડે ગોરબાપાની ભૂમિકા પણ ભજવી

ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર અને પરદા પર સાત જનમ સાથે રહેવાનો કૉલ આપનાર કલાકાર િરયલ લાઇફમાં જીવનસાથી બન્યાં છે. જેમાં કિરણ કુમાર - સુષમા, હિતુ કનોડિયા - મોના થીબા, મલ્હાર ઠાકર - પૂજા જોશી રીલથી િરયલ લાઇફમાં પણ જીવનસાથી બન્યાં છે. કિરણ કુમારે તો ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને માન-મોભો આપવાની સાથે જીવનસંગિની પણ આપી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હું સદાય ૠણી છું. તો હિતુ કનોડિયા અને મોના થીબા પણ ફિલ્મી પ્રેમ કરતા િરયલમાં લવ થયો અને બંનેએ લગ્ન કર્યાં. તો રીલથી િરયલ મેરેજનો લેટેસ્ટ દાખલો છે યુવા દિલોની ધડકન એવા મલ્હાર ઠાકર અને પૂજા જોશીનો. વાત વાતમાં... અને લગન સ્પેશિયલ જેવી સિરીઝ અને ફિલ્મો આપનાર મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ગયા વરસે નવેમ્બરમાં લગ્ન કર્યાં છે.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page