top of page
Search

ગુરુ શિષ્યની જુગલબંધી : પદમશ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા અને સુમિત ટપ્પુની ૪૦ વર્ષની સફળ સફરની લેગાસી

  • ssoni43
  • Dec 18, 2024
  • 1 min read


સુરીલા અવાજના બાદશાહ અનુપ જલોટા ચાર દાયકા પહેલા ફિજિ ગયા હતા જ્યાં તેમનો શૉ હતો અહીં તેમની મુલાકાત ટપ્પુ ફેમીલી સાથે થઈ ત્રણ વર્ષનો સુમિત આ કાર્યક્રમમાં માતા પિતા સાથે આવ્યો હતો જે એક ધ્યાનથી રસપૂર્વક અનુપજી ના ભજન સાંભળતો હતો બે વર્ષ બાદ અનુપજી ફરી ફિજિ ગયા અને ટપ્પુ ફેમિલીને મળ્યા અહીં તેમણે સુમિતને શિષ્ય તરીકે દત્તક લીધો અને શરૂ થઈ ગુરુ શિષ્યની જુગલબંધી જે આજે ચાલીશ વર્ષ પુરા કર્યા બાદ પણ અડીખમ છે.

લેગાસી આલ્બમમાં ૭ ગીતો છે જેમાં ભજન ગઝલ સૂફી ગીત છે આ આલ્બમમાં ગુરુશિષ્યની જુગલબંધી સાથે પ્રાચી દેસાઈ પંડ્યાનુ અદ્ભૂત ક્લાસિક નૃત્યને કારણે ચાર ચાંદ લાગી ગયા.

અનુપ જલોટાઍ ૧૦૦૦૦થી વધુ ગીત ગાયા છે તેમ જ ૧૦૦૦ કોન્સર્ટ કરી છે અને ૧૦૦ જેટલાં આલ્બમ કર્યા છે જયારે સુમિતે પણ ૧૦૦૦ જેટલાં ગીત ગાયા છે.


 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page