નાગપુર રાજભવનમાં ૧૫ ડિસેમ્બરે મહારાષ્ટ્રં સરકારનું વિસ્તરણ થશે?
- ssoni43
- Dec 13, 2024
- 2 min read

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને સ્પષ્ટ બહુમતી તો મળી છે પરંતુ હજી સુધી બીજેપીના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને બે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શિંદેજુથના નેતા એકનાથ શિંદે તેમ જ અજિત પવાર જૂથના નેતા અજિત પવારની શપથવિધિ ભવ્ય રીતે વડાપ્રધાન મોદી હોમ મિનિસ્ટર અમિત શાહ તેમ જ અન્ય બીજેપી શાષિત રાજ્યોના ચીફમિનિસ્ટર સાધુ સંતોના આશીર્વાદ સાથે ફક્ત ગણતરીની મિનિટોમાં આઝાદ મેદાનમાં પાર પડી. મહાયુતિના અનેક વિધાનસભ્યો મંત્રીપદની વરમાળા પહેરવા ઉત્સુક હતા. તેમની ઈચ્છા પર પાણી ફરી વળ્યું.
આજે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે કે કાલે? ગયા વખતના મંત્રીઓ રિપીટ થશે કે પત્તુ કપાઈ જશે તેવો પ્રશ્ન દરેકના મનમાં છે.
આવતીકાલે ૧૪ ડિસેમ્બરે થનારુ વિસ્તરણ હવે ૧૫ ડિસેમ્બરે નાગપુર રાજભવનમાં પ્રથમ વખત થશે તેવી ચર્ચા છે.
આ માટે નાગપુર વિધાનસભા રાજભવન વિધાનસભ્યોનું આવાસ્થાન નવેસરથી રાગરોગાન કરવામાં આવ્યું છે. મિનિસ્ટર બનવાના સ્વ્પ્ન જોતા બીજેપીના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરને બીજી વખત વિધાનસભાના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. એક ચર્ચા મુજબ દર ૬ વિધાનસભ્યે એક મંત્રી બનાવવાની મહાયુતીની મનશા છે. બીજેપીના સભ્યો સહુથી વધુ છે એટલે તેમના ભાગે સહુથી વધુ મિનિસ્ટ્રી આવે ત્યાર બાદ શિંદે શિવસેના અને પછી અજિત પવાર જૂથ.
જો કે મૂળ વાત મલાઇદાર ખાતાની છે. હોમ અને ફાઇનાન્સ ખાતું બીજેપી કોઈને આપવા તૈયાર નથી તો શિંદેને હોમ અને અજિત પવારને ફાઇનાન્સ ખાતું જોઈએ છે જે આગલી સરકારમાં તેમની પાસે હતું. આ ઉપરાંત મિનિસ્ટ્રી માટે સિનિયરની સાથે નવા વિધાનસભ્યો પણ ઉત્સુક છે જ. આથી જ સ્પષ્ટ બહુમતી મળવા છતાં હજી પ્રધાનમંડળનું વિસ્તરણ નથી થયું જો કે હવે બહુ ખેંચી શકે તેમ નથી આથી જ મહાયુતિના નેતાઓ સાથે મળી દિલ્હી જઈ લિસ્ટ ઓકે કરાવી લાવ્યા છે.
આમ છતાં જયારે ડાબરો ખોલવામાં આવશે ત્યારે અનેક જણા વરમાળા પહેરવાથી રહી જશે અને બળાપા કાઢશે આથી જ એકનાથ શિંદે ઍ તેમના સભ્યો માટે અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા અપનાવવાનું નક્કી કર્યું છે જેથી સહુને લાલબત્તીનો લાભ મળે તો અજિત પવારે કેન્દ્રીય મંત્રી અને રાજ્યપાલ પણ માંગ્યું છે જેથી ખાસ તો તેમના સિનિયર વિરોધીઓને રાજ્ય બહાર મોકલી શકે.
હવે જોવાનું ઍ છે કે ૧૫ ડિસેમ્બરે પ્રધાનમંડલનો પટારો ખુલશે કે નહીં અને કોનું નસીબ ખુલશે અને કોણ અણવર બની રહી જશે?

.png)



Comments