*નાના વેપારીઓ માટે લાભદાયી સાબિત થશે આ યોજના* *ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા 10 લાખ MSME ને મળશે ક્રેડિટ કાર્ડ*
- ssoni43
- Feb 8, 2025
- 2 min read

કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે શનિવારે સંસદમાં રજૂ કરાયેલા બજેટમાં માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. તેમાં એમએસએમઈ માટે ક્રેડિટ કાર્ડની શરૂઆતની ઘોષણા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે એમએસએમઈ ક્ષેત્ર માટે આ એક ગેમચેન્જર સાબિત થઈ શકે છે. નવી જાહેરાત મુજબ લઘુ ઉદ્યોગોને 10 લાખ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેમાં દરેકની મર્યાદા પાંચ લાખ રૂપિયા હશે.
લઘુ, લઘુત્તમ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે ક્રેડિટ કાર્ડની શરૂઆત એક પરિવર્તનશીલ પગલું સાબિત થવાની અપેક્ષા છે, જે નાણાકીય સહાય પ્રાપ્ત કરવામાં સરળતા લાવશે. જો કે, ધિરાણ વિતરણ પ્રક્રિયાને સુગમ બનાવવાની જરૂર છે જેથી આર્થિક લાભો ઉદ્યોગોને વહેલી તકે મળી શકે.
નાણાકીય સહાય, ડિજિટલીકરણ અને ક્ષેત્ર-નિષ્ણાત પહેલ પર ભાર મૂકવા માટે કેન્દ્રીય બજેટ 2025 ને MSME ક્ષેત્રે વ્યાપક સ્વાગત મળ્યું છે. મહત્વપૂર્ણ જાહેરાતોમાંથી એક એટલે કે લઘુ ઉદ્યોગોને 10 લાખ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેમાં દરેકની મર્યાદા પાંચ લાખ રૂપિયા હશે.
આ પગલાં નાણાકીય સમાવિષ્ટતા વધારશે અને નાના ઉદ્યોગો માટે લિક્વિડિટી (નાણાંની પ્રવાહિતા) સંબંધિત પડકારો ઘટાડશે. શંકર ઠક્કરે ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડ પહેલને ગેમચેન્જર ગણાવી છે અને વધુમાં વધુ લોકોને ઉદ્યોગ પોર્ટલ પર નોંધણી કરવા અપીલ કરી છે.
નાના ઉદ્યોગો માટે નાણાકીય પહોંચ હજી પણ એક પડકાર છે અને આ પગલું તેમની કાર્યકારી મૂડીની અછત દૂર કરવામાં મદદરૂપ થશે. લઘુ ઉદ્યોગો માટે પાંચ લાખ રૂપિયાની મર્યાદાવાળા 10 લાખ ક્રેડિટ કાર્ડની જાહેરાત ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા ઉદ્યોગો માટે નાણાં ઉપલબ્ધ કરાવવાના મહત્વપૂર્ણ પ્રોત્સાહન રૂપ છે. તદુપરાંત, બજેટમાં લઘુ ઉદ્યોગો માટે લોન ગેરંટી કવર ત્રણ કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, જેના કારણે આવતા પાંચ વર્ષોમાં 1.5 લાખ કરોડ રૂપિયાના વધારાના ધિરાણની અપેક્ષા છે.
આ સકારાત્મક પગલાંઓ છતાં, સમયસર ધિરાણ પ્રાપ્ત કરવું હજી પણ એક પડકાર છે. લોન વિતરણ પ્રક્રિયામાં અતિરિક્ત બ્યુરોક્રેટિક અવરોધો ઘટાડવાની જરૂર છે. આ પગલાં આશાસ્પદ છે, પરંતુ એમએસએમઈ ક્ષેત્રે હજી પણ અનેક પડકારો છે, જેનો ઉકેલ લાવવો જરૂરી છે. સસ્તી અને સમયસર લોનની ઉપલબ્ધતા હજુ પણ નાના ઉદ્યોગો માટે એક મોટો અવરોધ છે.
લાયક MSME ઉદ્યોગોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોનની સગવડ આપવામાં આવે છે.જો કે, હવે ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા MSME ને પાંચ લાખ રૂપિયાની મર્યાદાવાળા ક્રેડિટ કાર્ડ મળી શકે. સરકારની યોજના મુજબ 10 લાખ એવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે.
.png)



Comments