top of page
Search

પ્રફુલ શાહના પુસ્તક 'લવ યુ કચ્છ' મૉટે પડદે લાવવા હિતેનકુમારની ચર્ચા

  • ssoni43
  • Feb 25, 2025
  • 1 min read

અમદાવાદ

આ રવિવાર ફેબ્રુઆરી ૨૩ ૨૦૨૫ના સવારે COLLAB માં યોજાયેલો પુસ્તક વિમોચન (Book Launching)નો ઇવેન્ટ એક ભવ્ય સફળતા સાબિત થયો હતો.‌ રવિવાર સવારનો સમય ઘણા માટે વહેલો હતો, તો 12 કલાકની રાત્રિ શિફ્ટમાં શુટિંગ કરવા છતાં હાજર રહેલા હિતેનકુમાર માટે વિચિત્ર હતો.‌ ભારત પબ્લિકેશનના રોનક શાહ દ્વારા આયોજિત આ કાર્યક્રમે પ્રફુલ શાહના સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાનને નવાજ્યું, જેમણે ગયા ૧૦ વર્ષમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં 50 પુસ્તકો લખ્યા છે. ખાસ કરીને, નભારત સાહિત્ય મંદિર સાથે ચાર વર્ષમમાં આ તેમની 18મી અને ૧૯મી સાથેની કૃતિ છહતૅ!

આ પુસ્તક વિમોચન નો મુખ્ય આકર્ષણ પ્રફુલ શાહની બે નવી કૃતિઓ—‘લવ યુ, કચ્છ’ અને ‘સાઈબર સાવધાની’ રહી. ‘લવ યુ, કચ્છ’ લાંબા સમયથી લેખકના બેસ્ટ ફ્રેન્ડ અને ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમારને અર્પણ કરાયેલી છે, તો ડિજિટલ યુગમાં સાઈબર સુરક્ષા પર પ્રકાશ પાડતી ‘સાઈબર સાવધાની’ તેમની દોહિત્રી વિનીકા દેઢિયાને અર્પણ કરાઇ છે. સાથે સાથે, જિગ્નેશ અધ્યાર્યુના ‘કથા સંહિતા’ નામના પુસ્તકનું પણ વિમોચન થયું, જે ભારતીય પૌરાણિક સાહિત્ય પર નવી દ્રષ્ટિ આપે છે.

હિતેનકુમારની મહત્વપૂર્ણ ચર્ચા આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ રહી, જેમાં તેમણે ‘લવ યુ, કચ્છ’ ને મોટા પડદા પર લાવવાની સંભાવના પર ચર્ચા કરી. સાથે સાથે, તેમણે યુવા પેઢી માટે શાસ્ત્રોના ભ્રમ દૂર કરવા અને દરેક ભારતીયને સાઈબર સુરક્ષા વિશે જાગૃત કરવાનું મહત્વ સમજાવ્યું. વિપુલ વૈદ્ય (તંત્રી -પત્રકાર) અને સાઇબર સિક્યુરિટી નિષ્ણાત સાગર જોષી જેવા પ્રતિષ્ઠિત પેનલિસ્ટ્સે પણ ડિજિટલ સુરક્ષા અને જ્ઞાન પ્રસારણ ની જરૂરિયાતને પ્રસ્તાવિત કરી.

આ ઈવેન્ટ એક મહત્વપૂર્ણ સંકલ્પ સાથે પૂરી થઈ—પુસ્તકો અને અન્ય માધ્યમો દ્વારા સમાજને શિક્ષિત અને જાગૃત કરવાનું! હિતેન કુમાર , વિપુલ એન વૈદ્ય અને સાગર જોષીનો આ યાદગાર પુસ્તક વિમોચન સંભવ બનાવવા બદલ ખાસ આભાર, અને દરેક ભાગ લેનાર અને સમર્થકોનો આભારી!

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page