top of page
Search

પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો બાપ જય માતાજી...લેટ્સ રોક!

  • ssoni43
  • May 9, 2025
  • 3 min read
દાદી  નીલા મુલહેકર
દાદી નીલા મુલહેકર
પૌત્ર ચંકી મલ્હાર ઠાકર
પૌત્ર ચંકી મલ્હાર ઠાકર
નાનો ભાઈ  શેખર શુક્લા
નાનો ભાઈ શેખર શુક્લા

મુંબઇ સતીષ સોની

આજના જમાનામાં જ્યાં પૈસા માટે માઁ બાપ બહેન ભાઈ પતી પત્ની દીકરો દીકરી કોઈ સગાસ્વજન એકબીજાના નથી થતા તે કહેવતને સત્ય ઠેરવતી ફિલ્મ એટલે

જયમાતાજી લેટ્સ રોક

આ ફિલમમાં મૂળ મરાઠી નીલા મુલહેકરનો દાદી તરીકે અભિનય લાજવાબ છે. હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ દાદીની પહેલી ગુજરાતી ફિલ્મમાં તેમણે ડંકો વગાડ્યો છે તો મલ્હાર ઠાકર પણ પૌત્ર ચંકી ના પાત્રમાં ફરી દાદ મેળવી જાય છે. ટીકુ તલસણીયા પરેશાન મોટાભાઈ અને નાનાભાઈ શેખર શુક્લા લાલચી ભાઈનો રોલ ભજવી ગયા છે. ટીકુ તલસાણિયાના ચહેરા પર બીમાર હોવાનું જણાઈ આવે છે. મોટી વહુ મિનળ પટેલ પણ રાબેતા મુજબ છે. વૃધ્ધાવસ્થા ઉંમર કોઈને ગમતી નથી અને તેની લાચારી આ ફિલ્મમાં અદ્ભૂત લખાઈ છે તે માટે દિગદર્શક લેખક મનીષ સૈનીને જેટલી શાબાશી આપીયે એટલી ઓછી પડે. બોજારૂપ દાદી એકાએક ૮૦ વર્ષથી મોટી ઉંમરના વૃદધોને સરકારી એક લાખ રૂપિયાનું પેંશનની જાહેરાત થાય અને આ બોજારૂપ વૃધ્ધાઓનું ભાગ્ય બદલાય એટલે જયમાતાજી લેટ્સ રોક.


એક દાદી - સુરજમુખી (નીલા મુલહેકર) છે. જે વૃદ્ધાશ્રમમાં છે. એમના બન્ને દીકરાઓ (ટીકુ તલસાણીયા અને શેશુ (શેખર શુકલ) સમય અને સજોગોના ગુલામ છે. થોડે અંશે આર્થિક તંગી અને માનવ સહજ સ્વભાવ...બન્ને હાવી થઇ જતા બન્ને બા ને સાથે રાખવા તૈયાર નથી, એટલે બા ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, પણ વૃદ્ધાશ્રમમાં પૈસા ચૂકવવા ન પડે એ માટે ઘરનું સરનામુ અને ફોન નબર પણ ખોટા લખાવે છે. ચંદ્ર મોહન (ઉત્કર્ષ મઝુમદાર), સુરજમુખી દાદીના પૂર્વ પ્રેમી છે. મિસ નૈતિક (વ્યોમા નાંદી) એક સ્કુલની પ્રિન્સીપાલ છે.

મલ્હાર (ચંકી – હવા બદલો.કોમ, ટીકુ તલસાણીયાનો દીકરો), હવા બદલો.com નામક સંસ્થા ચલાવે છે. દરેક રેલીઓ માટે, આંદોલનો માટે, ધરણા માટે ભીડ એકત્ર કરવી એ એનું કામ છે. એટલે એક ઇવેન્ટ રૂપે, વૃદ્ધોને માટે પેન્શન યોજના શરૂ કરાવવા માટે ચંપક (ચંકી) ભીડ એકથી કરી આંદોલન શરુ કરે છે.

પણ કાગનું બેસવું અને ડાળનું પડવું.....એ ન્યાયે કે એથી વિપરીત જે સંદર્ભે વિચારો, કે બન્ને ભાઈઓ મા ને વૃધ્ધાશ્રમમાં મોકલી આપી છે પણ જેવા મુકે છે કે તરત જ થોડા સમયમાં સરકાર તરફથી એક યોજનાની જાહેરાત થાય છે કે 80 વર્ષથી ઉપરના તમામ વૃધ્ધોને પેન્શન રૂપે દર મહિને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ જાહેરાત થતા જ એ તમામ લોકો જે લોકો પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા એ ફરી વૃદ્ધાશ્રમ તરફ દોટ મુકે છે અને માનભેર એમના વડીલોને ઘરે પાછા લઇ આવે છે. વૃદ્ધાશ્રમ હવે ખાલી થવા લાગે છે. પણ તકલીફ એ છે કે દરેક વૃદ્ધોએ પોતાની આયુ 80 થી ઉપર હોવાના અધિકૃત ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા જરૂરી છે. જે ઘણા લોકો પાસે નથી હોતા એટલે બધા માટે દ્વિધા થઇ જાય છે કે જે આશા સાથે એ લોકો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમ માંથી લઇ આવ્યા હતા એના ઉપર પાણી ફરી વળ્યું છે અને હવે શું કરવું.

એવી પરિસ્થિતી જોશી પરિવારની પણ છે. પેન્શન યોજના ની જાહેરાત થવાની હોય છે એટલે ચંકીને ખબર હોવાથી એ સૌ પહેલા જ બહાનું કાઢી વૃદ્ધાશ્રમમાંથી બા ને ઘરે લઇ આવે છે અને પેન્શન યોજનાની જાહેરાત થતા ગુલાબ (શેશુ) પણ બા ને પોતાની સાથે રાખવા જીદ કરે છે.

બન્ને ભાઈઓ વચ્ચે ફરી ટકરાવ શરુ થાય છે. પણ બા પાસે પોતાનું બર્થ સર્ટીફિકેટ નથી અને આયુ સાબિત કરવા કોઈ અધિકૃત દસ્તાવેજ નથી. એટલે પેન્શન મળે એવી કોઈ શક્યતા નથી. હવે બન્ને ભાઈઓ અસમંજસની સ્થતિ માં મુકાઈ જાય છે. બા ને લઇ તો આવ્યા હવે શું....!!! પેન્શનની લાલચે બન્ને ભાઈઓ જે બાને સાથે રાખવા જીદ કરતા હતા, તે બન્ને હવે બા ને બીજા ભાઈને ત્યાં રાખવા જિદ્દ કરે છે.

આમ અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે ઘણીં ઘટનાઓ ઘટે છે જેમકે ચંકીનું હવા બદલો .કોમ નાં કામ ની સાથે સાથે મિસ. નૈતિક સાથે પ્રેમ સંબંધમાં બંધાવું, બા નાં 60 વર્ષ પૂર્વેના પ્રેમી ચંદ્રમોહનનું બા ની જિંદગીમાં ફરી આવવું, આકસ્મિક રીતે બા નો મેમરી લોસ થવો, યાદશક્તિ જતી રહેવી, બા નું ઘર છોડીને નીકળી જવું , બન્ને ભાઈઓનું એક યોજના સાથે એકબીજા ની નજીક આવવું અને બાની ફરી સરભરા કરવી.........અને આવું તો ઘણું ઘણું ...સિવાય ચંકી (મલ્હાર ) અને મિસ નૈતિક (વ્યોમા નાંદી) ના પ્રેમ પ્રકારણનું કેટલે પહોચવું !!! વગેરે વગેરે

દરેક વૃદ્ધાશ્રમ ફરી ભરાવાની શરૂઆત થાય, જેમને પેન્શન મળી શકે એમ ન હોય એવા માતાપિતાના સંતોનો, એમને વૃદ્ધાશ્રમમાં ફરી મૂકી જાય એ પૂર્વે ચંકી ફરી આંદોલન કરે છે એ સર્વ વૃધ્ધોને પેન્શન મળે એ માટે કે જેમની પાસે કોઈ પુરતા ડોક્યુમેન્ટ્સ ન હોય. એ સફળ પણ થાય છે.

આમ ‘ભલે સગા સૌ સ્વાર્થના’ હોય, પેન્શનની લાલચે પણ સૌ સંતાનો એ માતાપિતાની સેવા શરુ કરી ...વૃધ્ધાશ્રામ માં રહેતા માતાપિતા ઘરે પાછા ફર્યા અને ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.

તો માનો, માણો, સમજો, સમજાવો અને જીવો લાઇવલી.. ‘બા’ ની સાથે “જય માતાજી...લેટ્સ રોક’

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page