top of page
Search

બ્રિલિંયંટ અવૉર્ડ્સ સીઝન-3નું ભવ્ય આયોજન કરાયું : ડૉ. મંજુ મંગલ પ્રભાત લોઢાને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માનવામાં આવ્યાં

  • ssoni43
  • May 15, 2025
  • 1 min read

મુંબઇ

ઇન્ડિયા ફાઇન આર્ટ્સ અને બિગ બિઝનેસ કાઉન્સિલ દ્વારા બ્રિલિંયંટ અવૉર્ડ્સ સીઝન-3નું હાલમાં ભવ્ય આયોજન લોઢા પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું. બ્રિલિયંટ અવૉર્ડ એવી હસ્તીઓને આપવામાં આવે છે જેમણે તેમના ક્ષેત્રમાં અપ્રતિમ કાર્ય કર્યું હોય. વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠતા, નવીનતા અને નેતૃત્વ પૂરું પાડે છે, આ કાર્યક્રમમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન જ નથી કર્યું પણ આવનારી પેઢીના વ્યવસાયિક સ્વપ્નદ્રષ્ટાઓને પ્રેરણા પણ આપવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમ અવૉર્ડ સમારંભ કરતાં અનેકગણો વધુ હતો.

એક એવો કાર્યક્રમ હતો જ્યાં સ્વબળે વિવિધ ક્ષેત્રમાં આભની ઊંચાઈઓને આંબનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન હરેશ મહેતા અને ડૉ. અલકા વાલાવલકર દ્વારા સ્થાપિત બિગ બિઝનેસ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન ડૉ. મંજુ મંગલ પ્રભાત લોઢા હતાં. ઉપરાંત આઈપીએસ કૃષ્ણ પ્રકાશ, વિખ્યાત કૉરિયોગ્રાફર સંદીપ સોપારકર. કાર્યક્રમના ખાસ મહેમાન હતા ચંદ્રકાંત સાલુંખે.

હાલમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં લોપા સંઘવી, હર્ષિલ પેથાણી, રાજકુમારી ગુપ્તા, મમતા રાજા, રતન પ્રતાપ, જમશેદ મિસ્ત્રી, સંજીવ ગુપ્તા, ડૉ. નમ્રતા જોશી સહિત અન્યોને અવૉર્ડ એનાયત થયા હતા. જ્યારે ડૉ. મંજુ મંગલ પ્રભાત લોઢાને એવોર્ડ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માનવામાં આવ્યાં હતાં.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page