top of page
Search

બૉલીવુડમાં ડન્કો વગાડવા આવી રહ્યો છે ક્ષિતિજ સિંહ શાળાઓમાં ચાલતા ચેઇન સિસ્ટમ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે 'ધ સ્કૂલ' માં

  • ssoni43
  • Mar 4, 2025
  • 1 min read

મુંબઈ

ડાન્સફૉર્મ અને એક્શન સિકવન્સમાં નિપુણ દિલ્હીના યુવાન ક્ષિતિજ સિંહ મુંબઈને કર્મભૂમી બનાવવા એક દાયકાથી વધુ પગ જમાવ્યા છે. ધ સ્કૂલ ફિલ્મના પોસ્ટર લોન્ચ સમયે તેણે જણાવ્યું કે તેના ક્રશ ઋત્વિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈ આવી ત્યારે તે બાળક હતો પણ ડાન્સને તેણે પેશન્સ બનાવ્યું.

વ્યવસાયે ઇન્ટિરીર ડિઝાઇનર ક્ષિતિજ હાલમાં ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો છે.

ઇતિહાસના પાત્રો તેને આકર્ષે છે છત્રપતી શિવાજી મહારાજનું પાત્ર તેણે ભજવવું છે. તો સંજય લીલા ભણસાલી સાથે પણ કામ કરવું છે.

જીમમાં જઈ ક્ષિતિજે બોડીબીલ્ડ કરી છે તો તેનો ઘૂંટાયેલો અવાજ તેની અલગ જ પહેચાન બનશે તેમાં શંકા નથી. હાલના યુવા અભિનેતાઓ સાથે તેને હરીફાઈ કરી પોતાની અલગ ઓળખાણ કરાવવા મહેનત કરવા તૈયાર છે.

ધ સ્કૂલ ફિલ્મમાં શાળાઓમાં ચાલતી મોનોપોલી અને ભ્રષ્ટાચાર કરવા ક્ષિતિજ વિદેશ છોડી અને વતન આવી ચેઇન સિસ્ટમ વિરુદ્ધ જંગ છેડે છે.

આ ઉપરાંત ત્રણ પરતમાં બનનારી એક મલ્ટી બજેટની ફિલ્મમાં પણ હીરો તરીકે આવી રહ્યો છે. આમ દિલ્હીના યુવાન ક્ષિતિજ બેફિકર તો છે જ પણ પોતાના લક્ષ્યને પામવા કટિબદ્ધ છે

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page