top of page
Search

ભારતના આ ગરવા ગુજરાતી પર કરો ગર્વ:: વિશ્વમાં પ્રસિદ્ધ કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યોગેશ લાખાણીએ ડંકો વગાડ્યો

  • ssoni43
  • May 27, 2025
  • 2 min read



મુંબઈ,

આંતરરાષ્ટ્રીય ગ્લેમરની આેળખ સમા એવા ૭૮મા કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના બ્રાઇ આઉટડોર મીડિયા લિમિટેડના સ્થાપક અને ચેરમેન ડૉ. યોગેશ લાખાણીએ રેડ કાર્પેટ પર હોલીવુડ બૉલીવુડ સિતારા સાથે વોક કરી ડંકો વગાડ્યો છે. ડૉ. લાખાણી જ્યારે રેડ કાર્પેટ પર પદાર્પણ કર્યું ત્યારે સમગ્ર ભારતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા હોય એ પ્રમાણે ગર્વની લાગણી અનુભવાતી હતી.

૭૮માં કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હોલીવુડથી લઈને બોલીવુડના કલાકારો સાથે જ્યારે ડૉ. લાખાણી ચાલતા હતા ત્યારે ભારતના ગુજરાતી તરીકે તેમનું કદ વધ્યું હતું. તેઆે પ્રતિષ્ઠિત મહેમાન તરીકે જ નહીં પરંતુ પ્રગતિ, મહત્ત્વાકાંક્ષા અને વિઝનના પ્રતીક તરીકે એક સ્વપ્નદૃષ્ટાના ઉત્સાહ સાથે વૈશ્વિક ફિલ્મ સમુદાયના હૃદયમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું.

ડૉ. લાખાણીને ફિક્કી અને એનએફડીસી દ્વારા કાન્સ ફિલ્મમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં તેમની હાજરી આૈપચાિરક નહિ પરંતુ નોંધપાત્ર બની રહી હતી. ભારતીય મનોરંજન, વાર્તાકથન, બ્રાન્ડિંગમાં પ્રભાવની વધતી જતી વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.

છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડે આ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે મેગા મનોરંજન કાર્યક્રમો, સંગીત આલ્બમ્સ, આેટીટી ચેનલો અને અત્યંત દૃશ્યમાન હોર્ડિંગ્સ દ્વારા પ્રચાર કર્યો છે. આવા હોર્ડિંગ્સ ભારતના મીડિયા જગતનો પ્રતિષ્ઠિત હિસ્સો બન્યો છે. યોગેશ લાખાણી અસંખ્ય સાંસ્કૃતિક અને સિનેમેટિક કાર્યક્રમોને પ્રસિદ્ધિ અપાવી છે. કાન્સમાં તેઆેનું ફિલ્મ અને મીડિયામાં શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે પ્રખ્યાત ઉત્સવમાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું.

પોતાના અનુભવ અંગે પ્રતિક્રિયા આપતાં ડૉ. લાખાણીએ કહ્યું હતું કે, ફેસ્ટિવલ કે કાન-૭૮મા વાર્ષિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવી એ ખરેખર મારાં માટે ગર્વની વાત છે સાથેસાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવું ગૌરવની વાત છે.

આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય, જાહ્નવી કપૂર, કરણ જોહર, આલિયા ભટ્ટ, લિયોનાર્ડો ડી કેપ્રિયો, દીપિકા પાદુકોણ જેવા અનેક દિગ્ગજોએ હાજરી આપી છે ત્યાં પહોંચવું તે એક સ્વપ્ન સાકાર થવા જેવું લાગે છે તેમ ડૉ.. લાખાણીએ વધુમાં ઉમેરીને કહ્યું હતું કે, લોકોના અતૂટ સમર્થન અને ઉષ્માભરી શુભકામનાઆે માટે મારા પિરવાર, મિત્રો અને શુભચિંતકોનો આભાર માનું છું.

યોગેશ લાખાણીની આ ફેસ્ટિવલમાં હાજરી એક સીમાચિહ્નરૂપની સાથે એક સંદેશ હતો. હોર્ડિંગ્સથી લઈને કાન ને પ્રકાશિત કરવાની તેમની સફર પ્રેરણારૂપ ગણી શકાય

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page