
માયાળુ માણસ : પ્રવીણ કાકડિયા. મુંબઈ માં બીજેપી દ્વારા 5 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતી શાખાના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ.
- ssoni43
- Aug 7
- 2 min read
પ્રવીણભાઈ 1990થી બીજેપી માં સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે નિયમીત સેવા રહ્યા છે. હાલ મુંબઈ માં બીજેપી ગુજરાતી સેલ ના પ્રમુખ શ્રી બિમલભાઈ ભુતા છે તેઓ સાથે મળી ને પક્ષ નું કાર્ય કરશે.
હીરાબજારની ચમકદમકમાં માણસાઈ અને સંપ જાળવી રાખનાર પ્રવીણભાઈ કાકડિયાની જીવનસફરની ટૂંકી ઝાંખી.
મુંબઈ સતીષ સોની

વિરારમાં ૭૦ ગાયની ગૌશાળા મા શુદ્ધ ચારો જ આપવામાં આવે છે



ગૌશાળાને મોરારીબાપુ ના આશીર્વાદ પણ મળ્યા છે
ગુજરાતના ખેડૂત પુત્ર પ્રવીણભાઈના હૃદયમાં નાનપણથી જ ગૌપાલન અને ગૌસેવા વસેલી છે. નાનપણમાં ગાયો વેચી નાખવી પડી હતી, ત્યારથી મનમાં ગાંઠ વાળી હતી કે એક દિવસ ગૌશાળા બનાવીને ગાયોની સેવા કરીશ. આજે વિરારમાં કાકડિયા ગૌશાળા ઊભી થઈ છે. માત્ર સાત ગાયથી શરૂ થયેલી આ ગૌશાળામાં આજે વાછરડા અને ગાય મળીને સિત્તેરની સંખ્યા છે. પ્રવીણભાઈ અને તેમના હીરાબજાર તથા સામાજિક મિત્રોનું પટેલ ગ્રુપ શનિવાર-રવિવારે અહીં પહોંચે છે, ગાયોને હાથે નવડાવે-ધોવડાવે અને બાળકોની જેમ પ્રેમ કરે છે. ચારો પણ શુદ્ધ જ આપવામાં આવે છે. ગૌશાળામાં પ્રવીણભાઈ અને મિત્રો પહોંચતા જ ગાયો દોડીને આવી તેમને ઘેરી વળે છે. મોરારીબાપુએ આ ગૌશાળાને આશીર્વાદ આપ્યા છે અને પુરુષોત્તમ રૂપાલા પણ સમય મળતાં અહીં આવતા હોય છે. હવે તેઓ ચાર એકરમાં પબ્લિક ગૌશાળા શરૂ કરવા માંગે છે, જ્યાં અકસ્માતમાં ઘાયલ અથવા બીમાર ગાયોની સારવાર થઈ શકે અને સામાન્ય લોકો પણ ગાયની સારવાર કરાવી શકે.



માનવસેવાના ક્ષેત્રમાં પણ પ્રવીણભાઈ સક્રિય છે.
મુંબઈનું જાણીતું ટ્રસ્ટ “એ.કે. મુનશી યોજના” મેન્ટલ રિટાયર્ડ બાળકોને પગભર કરવાની અને સૂઝબુઝ આપવાની પ્રવૃત્તિમાં અગ્રેસર છે. પ્રવીણભાઈ આ ટ્રસ્ટમાં આર્થિક અને સંચાલન સેવા આપી રહ્યા છે અને સૌને જોડી રહ્યા છે. ગુલાલવાડીમાં ચાલતી શાળામાં આશરે 155 મેન્ટલ રિટાયર્ડ બાળકોને દિવસભર ચિત્રકામ, સીવણ, નૃત્ય-નાટિકા જેવી વિવિધ પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. વીસ જેટલા નિષ્ણાત શિક્ષકો કામ કરે છે. સવારથી સાંજ સુધી આ બાળકો અહીં વિવિધ પ્રવૃતિઓ શીખે છે અને તેમને નાસ્તો તથા પોષ્ટિક ભોજન પણ આપવામાં આવે છે. એક પણ રૂપિયાનો ચાર્જ લેવાતો નથી. આમ આ બાળકો મોટા થતાં સમાજમાં સમાવિષ્ટ થવા તૈયાર થાય છે.


માત્ર ૩૫ રૂપિયામાં તબીબી ચકાસણી કરવામાં આવે છે
આ જ ટ્રસ્ટ “એ.કે. મુનશી યોજના” સાથે મળી એક મેડિકલ સેન્ટર પણ ચલાવે છે.જ્યાં માત્ર 35 રૂપિયામાં તબીબી ચકાસણી થાય છે અને જરૂરી દવા પણ આપવામાં આવે છે. વિવિધ રોગના નિષ્ણાત ડોક્ટરો અહીંયા આવેલ લોકોની તપાસ કરે છે.અને વિવિધ સખાવતી ટ્રસ્ટ ખર્ચ ઉપાડે છે. કોરોનાના કપરા સમયમાં પ્રવીણભાઈ અને મિત્રોએ અનેક લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાવવા અને દવા-દારૂમાં મદદ કરી હતી. કોલાબાથી મીરારોડ સુધી પટેલ ગ્રુપે પચાસ લાખ રૂપિયા ખર્ચીને સમગ્ર વિસ્તાર સેનેટાઇઝ કરાવ્યો હતો.

બીજેપી સાંસદ પુરુષોત્તમ રૂપાલા ગૌશાળામાં અવારનવાર આવે છે

યે દોસ્તી નહીં તોડેંગે. પ્રવીણભાઈ તેમના પટેલ ગ્રુપના મિત્રો સાથે
તમામ સામાજિક પ્રવૃત્તિમાં પટેલ ગ્રુપ સાથે જ હોય
હીરાબજારમા ત્રણ પેઢીનું સફળ સંચાલન
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવીણભાઈ કાકડિયા આજે ઉજ્જવલ નામ ધરાવે છે. કાકડિયા પરિવાર ત્રણ સફળ કંપનીઓનું સંચાલન કરે છે,
સ્વભાવે સરળ એવા પ્રવીણભાઈએ એક વર્ષ પહેલાં પિતરાઈ મનહરભાઈ કાકડિયા સાથે મળીને વતન નવાગામ (ગાયકીવાડી)માં શાળાનું નવીનીકરણ કરાવી ગાયકવાડ પરિવારના સદસ્ય ના હસ્તે લોકાર્પણ કર્યું હતું.

એક પ્રસંગમાં BIG B અમિતાભ બચ્ચન સાથે

બીજેપી મુંબઇ ગુજરાતી વિભાગના ઉપપ્રમુખ બન્યા
પ્રવીણભાઈ સરદાર પટેલ સાહેબના વિચારોથી પ્રભાવિત છે. કદાચ એટલે જ સેવાભાવ તેમનો જીવનમંત્ર બન્યો છે. તેમની સેવા, સમર્પણ અને સુકાની તરીકેની સફળતાને કારણે બીજેપીએ તેમને મુંબઈ ભાજપ ગુજરાતી વિભાગના ઉપાધ્યક્ષ બનાવ્યા છે. સમાજ અને લોકોને પારખવાની તેમની આવડત રાજકીય પક્ષોને ખબર છે. છતાં પ્રવીણભાઈ માત્ર સેવા અને કર્મમાં જ વિશ્વાસ રાખે છે.
.png)



Comments