
મીરા ભાયંદરની બદલાતી ઇમેજ, હવે સેફ અને સ્માર્ટ સીટી : પ્રદીપ મધ્યાની
- ssoni43
- Aug 9
- 2 min read
આવનારા વર્ષોમાં બિઝનેસ હબ બનશે, કોર્પોરેટ કંપનીઓ અહીંયા આવશે, નોકરીઓ ઉપલબ્ધ થશે

મુંબઇ અને થાણેની નજીક આવેલા મીરા ભાયંદર શહેરની ઇમેજ હવે બદલાઈ ગઈ છે કારણ અહીંયા રેલ, રસ્તા, ડ્રેનેજસિસ્ટમ અને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ છે. ઉપરાંત રહેવા માટે મિડલ ક્લાસથી લઈ ટોપ ક્લાસ માટે લેવીશ સ્ટાઇલના ફ્લેટ ઉપલબ્ધ છે. કોસ્ટલ રોડ અને મેટ્રો પણ આવી જેને કારણે મુંબઇ અને ગુજરાત સાથે કનેક્ટિવિટી વધુ સરળ થઈ તેમ મીરાંભાયંદર ૧૦ પ્રોપર્ટી એસોસિશનની ઍપેક્ષ બોડીના ચેરમેન પ્રદીપ મધ્યાની એ વિશેષ મુલાકાતમા જણાવ્યું હતું.
એક વખત હતો જયારે નાનીમોટી ઘટનામાં મીરાંભાયંદર શહેરનું નામ ચર્ચામાં આવતું હતું. પરંતુ કયો વિસ્તાર અથવા કઈ સીટી છે જ્યાં દુર્ઘટના અથવા બનાવો નથી બનતા? તેવો પ્રશ્ન પ્રદીપજી એ કરી વધુમાં ઉમેર્યું હતું કે આ શહેરમાં રહેતા લોકોને પોતાપણું લાગે છે. અહીંયા હવે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. શિક્ષણ માટે પ્રાયમરીથી લઈ તમામ ડિગ્રી કોલેજ છે. હેલ્થ સિક્યોરિટી માટે આધુનિક હોસ્પિટલ છે જ્યાં તમામ બીમારીનો ઈલાજ થઈ શકે. મહિલાઓ અને નાગરિકો અડધી રાત્રે સલામત ફરી શકે છે. મનોરંજન માટે મોલ, મલ્ટીપ્લેક્સ તેમ જ સ્પોર્ટ્સ માટે ગ્રાઉન્ડ અને ક્લબ છે.
અહીંયા સ્માર્ટસીટી બનવા તમામ સુવિધાઓ છે તો શામાટે આ શહેર બિઝનેસ હબ ને બને? અહીંયા કોલ સેન્ટર છે તેમનજ ટૂંક સમયમાં મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ અહીંયા આવીબરહી છે જેથી હજ્જરો નોકરીઓ મળશે સાથેસાથે તેમના માટે રહેવાના ઘર પણ બનશે. આસપાસના વિસ્તારના અનેક મોટા ડેવલોપર મીરાંભાયંદરમાં ૪૦ થી ૫૦ માળના સ્કાયરાઇઝ બિલ્ડીંગ બનાવી રહ્યા છે. અત્યારે ઘર ખરીદવું હજી પરવડશે પરંતુ આવનારા વર્ષોમાં અહીંયા ઘર પણ મોંઘા થશે તેમ પ્રદીપજી એ જણાવ્યું હતું.

ડેવલપોર અને ચેનલ વચ્ચે ૧૮% GST સમસ્યાનો સરકાર ઉકેલ લાવે
પ્રદીપજીએ જણાવ્યું કે હાલમાં ડેવલોપર અને ગ્રાહક વચ્ચેની કડી એસ્ટેટ એજન્ટ છે. તેમ જ ચેનલ અને ડેવલોપર વચ્ચે 18% GST પેમેન્ટની સમસ્યા છે. આ GST હાલમાં ચેનલ દ્વારા સમયમર્યાદામાં ભરી દેવી પડે છે અન્યથા દંડ થાય છે. બીજી બાજુ કેટલાક ડેવલોપર જેને હકીકતમાં GST આ ચેનલને આપવાની હોય છે તેઓ જો સમયમર્યાદામાં ચેનલને ને ચૂકવે તો આ લાખો રૂપિયાનો બોજો ચેનલને ઉઠાવવો પડે છે. આથી જો ચેનલ GST મા બિલ આપી દે અને દર્શાવે તો આ GST સમયસર ભરવાનું ડેવલોપરના ખાતામાં જાય અને તેમણે ચૂકવવી પડે તો ચેનલ પર વધારાનો બોજો ને પડે. કારણકે અહીંયા ચેનલ તો ફક્ત કુરિયર છે જે ડેવલોપરથી 18% GST લઈ સરકારને ચૂકવે છે પરંતુ જો GST ભરવાનું સીધુ ડેવલોપર પર આવે તો આ ચક્રવ્યૂહમાંથી ચેનલને રાહત મળે તેવી પ્રોપર્ટી ડીલર એસોસિશન ની એપેક્ષબોડી ની માંગણી છે. આ માટે તેઓ ટૂંક સમયમાં GST કમિશનર અને સરકાર સમક્ષ રજુઆત કરવાના છે તેમ પ્રદીપજી એ જણાવ્યું હતું.

મહારેરા એ તેમની કાર્યવાહી તમામ ભાષામાં ઉપલબ્ધ કરાવવી જોઈએ
મહારેરા દ્વારા હાલમાં કક્ત અંગ્રેજી અને મરાઠી ભાષામાં તેમની તમામ કાર્યવાહી ઉપરાંત પરીક્ષાઓ થાય છે. હજ્જરો એજન્ટ જેઓ અનુભવી છે પરંતુ ભાષાની મર્યાદાને કારણે આગળ નથી આવતા તેઓની સુવિધા માટે મહારેરાની તમામ કાર્યવાહી પરીક્ષાઓ પણ મલ્ટીભાષામાં કરવાની માંગણી છે આ માટે પણ તેઓ મહારેરાના અધિકારીઓ અને સરકાર સમક્ષ રજુઆત કરશે.
.png)



Comments