top of page
Search

*મારે હીરો નહીં પણ વર્સટાઇલ કલાકાર બનવું છે : જૈવલ સોની*

  • ssoni43
  • May 6, 2025
  • 2 min read

મનોરંજન જગતમાં આવનારા બે પ્રકારના હોય છે. એક છે ફિલ્ગુજગતની ઝાકઝમાળથી આકર્ષાઈ આવનારા, તો બીજા છે હકીકતમાં કલાજગતમાં કંઇક કરી બતાવવાની મહેચ્છા ધરાવનારા. આમાં પહેલા વર્ગમાં આવનારો વર્ગ મોટો છે. અભિનેતા બનવા મુંબઈની વાટ પકડનારા થશો ખરા બે-ચાર વરસે હિંમત હારીને પાછા ઘરભેગા થઈ જાય છે. જ્યારે બીજો વર્ગ એવો છે જે મનમાં ગાંઠવાળીને આવે છે કે મારે એક ચોક્કસ મુકામ સુધી પહોંચવું છે અને ત્યાં પહોંચીશ જ. બૉલિવુડમાં ટોચના સ્થાને પહોંચેલા એવા ઘણા સ્ટાર્સ છે જેમણે સંઘર્ષ સમયે એકટાણા કર્યા હશે કે ઉછીના કપડાં લઈ ઑડિશન આપ્યા હશે. પણ સફળતા મેળવવાના તેમના જનૂનને કારણે તેઓ આ સ્થાન સુધી પહોંચી શક્યા છે. આવા જ જનૂન સાથે વડોદરાનો એક યુવાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાપા પગલી ભરી રહ્યો છે, જેનું નામ છે જૈવલ સોની


વડોદરાની કૉલેજમાં બેચલર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહેલા જેવલની ઇચ્છા તો આભ આંબવાની છે. કોલેજની સાથે ફિલ્મોમાં પણ નાની પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તાજેતરમાં તેણે ગુજરાતી ફિલ્મ મહેર કરો મા મેલડીનું શૂટિંગ પૂરું કર્યું જેમાં એણે વન ટેક શોટ આપી નિર્માતા-દિગ્દર્શકને ખુશ કરી દીધા.

શૂટિંગ દરમિયાન ફિલ્મી ઍક્શન સાથે કરેલી વાતચીત દરમિયાન જૈવલે નિખાલસપણે જણાવ્યું હતું કે મારે હીરો નહીં પણ વર્સટાઇલ કલાકાર બનવું છે. અભિનય જ મારી ઓળખ બને એવું હું ઇચ્છું છું. અભિનેતા બનવાની ઇચ્છા ક્યારે થઈ પ્રશ્નના જવાબમાં જૈવલ કહે છે કે ૮-૯ વરસનો હતો ત્યારે ડાન્સમાં રસ પડયો અને ક્લાસ શરૂ કર્યા. એ સમયે જ્યારે પણ ફિલ્મ જોવા જતો ત્યારે મનમાં થતું કે મારે પણ આ ફિલ્ડમાં કંઇક કરવું છે. શું કરવું છે એની સમજ નહોતી પણ અભિનેતા બનવાના બીજ એ સમયે જ રોપાયા..

એ સમયે મારા ડાન્સના ટીચર સાથે ઘણી ચર્ચા કરતો. દરમિયાન મેં બારમું ધોરણ ક્લિયર કર્યું. કોરોનાને કારણે લૉકડાઉન અમલમાં આવ્યો એ સમયે ગ્રાફિક્સ અને એડિટિંગ શીખ્યો. લૉકડાઉન બાદ પર્ફોર્મિંગ આર્ટ્સમાં કૉલેજમાં જોડાયો. કૉલેજમાં સ્ટેજ-બેક સ્ટેજની તમામ તાલીમ આપવામાં આવે છે. તો હું મારી રીતે લાંબા સંવાદો યાદ રાખવાનીસાથે ઇમ્પ્રોવાઇઝ કેમ કરવું એની ટેક્નિક પણ શીખી રહ્યો છું. હાલ કૉલેજની સાથે ફિલ્મ, ડાન્સ શો સહિત ઇતર પ્રવૃત્તિ કરી રહ્યો છું.


ભાવિ યોજના ?

મારી અદમ્ય ઇચ્છા છે કે દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં તાલીમ લઉં. તમામ કોર્સ પૂરા કર્યા બાદ નાટક-સિરિયલ-વેબ સિરીઝ કે ફિલ્મમાં કામની તલાશ. એક વાત તમને ખાસ કહીશ કે અભિનયની સાથે ડાયલોગ ડિલિવરી


તારા રોલ મોડેલ? અને કોની સાથે કામ કરવાની મહેચ્છા છે?

નાના પાટેકર અને શાહરૂખ ખાન. કિંગ ખાનનો તો હું જબરો ફેન છું. જો મને મોકો મળે તો પરેશ રાવલ, નાના પાટેકર, શાહરુખ ખાન અને મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરવું છે.

 
 
 

2 Comments


Kunal Rohit
Kunal Rohit
May 06, 2025

Jordar bhai

Like

Kunal Rohit
Kunal Rohit
May 06, 2025

🤩😎

Like
Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page