top of page
Search

"મટકા કિંગ"નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ : ગરીબીથી ગેમ સુધીની ગજબની સફર!

  • ssoni43
  • Apr 8
  • 2 min read

1960ના બૉમ્બેના કપાસ વેપારીને ત્યાં કામ કરતો સામાન્ય કર્મચારી બન્યો જુગાર જગતનો બેતાજ બાદશાહ


મુંબઈ નીલ સોની

વેબ સિરીઝની દુનિયામાં ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થઈ છે! અભિનેતા વિજય વર્માની અપકમિંગ વેબ સિરીઝ "મટકા કિંગ"નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સામાન્ય માણસની આશા, અપમાન અને સંઘર્ષથી ભરેલી કથા, આજે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

સંઘર્ષથી શરૂ થતી સત્તાની વાત

"મટકા કિંગ"માં વિજય વર્મા બ્રિજ ભટ્ટીનું પાત્ર ભજવી રહ્યો છે, જે શરૂઆતમાં એક સામાન્ય કપાસ કામદાર હોય છે. 1960ના બૉમ્બેની પૃષ્ઠભૂમિની કથા ગરીબી અને અપમાનથી ભરેલી છે. ટ્રેલરમાં બ્રિજને પૈસા માગતા અપમાન અને ધક્કા સહન કરવા પડે છે. પરંતુ એ જ ક્ષણ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની જાય છે.

"બેંક કરતાં મટકામાં વધારે વિશ્વાસ!"

જીવનની આ કડવી હકીકત પછી બ્રિજ એક મોટો નિર્ણય લે છે અને જુગાર-સટ્ટાની દુનિયામાં પ્રવેશ કરે છે. તે કહે છે, "દરેકને જીવનમાં છલાંગ લગાવવાનો અધિકાર છે!"

આ રીતે 'જુગાર'ને એક નવું નામ મળે છે... "મટકા". થોડા જ સમયમાં આ રમત એટલી લોકપ્રિય બને છે કે લોકો બેંક કરતાં પણ મટકામાં વધુ વિશ્વાસ મૂકવા લાગે છે. બ્રિજ ભટ્ટીની કિસ્મત પલટી જાય છે અને તે બની જાય છે "મટકા કિંગ".

ડાયલોગ્સ અને ડ્રામાનો જોરદાર ડૉઝ

ટ્રેલરના ડાયલોગ્સ ખાસ કરીને લોકોના દિલ જીતી રહ્યા છે જેમ કે "જિંદગી માત્ર એક જ વસ્તુ પર ચાલે છે — આશા!" અને "હીરો હંમેશા જીતે છે!" દર્શકો કહે છે કે આ ટ્રેલર જોયા પછી સિરીઝ જોવા માટે આતુરતા વધી ગઈ છે.

સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટ

આ સિરીઝમાં વિજય વર્મા સાથે કૃતિકા કામરા, સાઈ તામ્હણકર, ગુલશન ગ્રોવર અને સિદ્ધાર્થ જાધવ, , ભૂપેન્દ્ર જાદાવત, ભરત જાધવ, ગિરીશ કુલકર્ણી, જેમી લિવર, કિશોર કદમ, સાઇરસ સાહુકાર, અર્પિતા સેઠિયા, સંભાજી તાંગડે, સંજીવ જોતાંગિયા અને સિમરન અશ્વિની જેવા દિગ્ગજ કલાકારો છે. નાગરાજ મંજુલેએ દિગ્દર્શન કરેલી આ સિરીઝ 17 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે અને વિશ્વભરમાં 240 દેશોમાં સ્ટ્રીમ થશે.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page