top of page
Search

મહારાષ્ટ્રં પ્રધાનમંડળમાં એક પણ ગુજરાતી વિધાનસભ્યનો સમાવેશ નહી

  • ssoni43
  • Dec 15, 2024
  • 2 min read

શિંદેશીવસેના અજિત પવારજૂથમાં અઢી અઢી વર્ષ માટે પ્રધાન ફોર્મ્યુલા

ઉત્તરભરતીયનોઉમેદવારનો પણ સમાવેશ નહીં


મહારાષ્ટ્રં સરકારમાં આખરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની આગેવાનીમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થયું. નાગપુરમાં ૩૭ વર્ષ પછી રાજભવનમાં શપથવિધિ યોજાઈ. બીજેપીમાંથી યોગેશ સાગર પરાગ શાહ તેમ જ મિહિર કોટેચા ગુજરાતી વિધાનસભ્ય ચૂંટાયા છે. યોગેશ સાગર અગાઉની સરકારમાં મંત્રી હતા આશરે ૪૫ લાખ ગુજરાતિઓની વસ્તી છે અને હમેશા ખાસ તો બીજેપીને ટેકો આપ્યો છે આમ છતાં તેમને અણદેખા કરી મિનિસ્ટ્રી આપવામાં ઠેંગો દેખાડવામાં આવે છે. ફંડથી લઈ કામ તેમ જ સરકાર હમેશા ગુજરાતિઓનો ઉપયોગ કરી શિરપાવ આપવામાં સાઈડલાઈન કરી ડે છે તે ફરી પુરવાર થયું. આટલુ જ નહીં ગુજરાતિઓના બહુમતી વિસ્તાર જે સેફ સીટ ગણાય છે તેવા વિસ્તારમાં બહારથી ઉમેદવાર લાવી માથે ઠોકી બેસાડી દેવામાં આવે છે અને ગુજરાતી હોંશેહોંશે બીજેપીના નામ પર ચૂંટી પણ કાઢે છે. શરૂઆતમાં વિરોધ બાદ ઠંડા પડી જાય છે આથી જ કદાચ આરંભે શુરા નુ લેબલનો ફાયદો તમામ રાજકીય પક્ષ ઉપાડે છે. સાથે સાથે ઉત્તરભારતીય વિધાનસભ્યને પણ મિનિસ્ટ્રી ફાળવાઈ નહીં. શિવસેના એનસીપી કે મનસે હમેશા ગુજરાતિઓનો વિરોધ કરતાં આવ્યા છે પરંતુ દેશના વડાપ્રધાન હોમમિનિસ્ટર તેમ જ મુંબઈમાં ગુજરાતિઓની બહુમતી હોવા છતાં ધરાર અવગણના તે પીડાદાયક તો છે જ પરંતુ શરમજનક પણ છે જો હવે આપણે નહીં જાગીયે તો ક્યારે જાગીશું?આને જ કહેવાય મહારાષ્ટ્રં!

અજિત પવાર જૂથ તેમ જ શિંદેશિવસેના જૂથમાં દરેક લોકો પાસેથી પહેલેથી જ લખાવી લેવામાં આવ્યું છે કે અઢી વર્ષ સુધી જ પ્રધાન. ત્યાર બાદ અઢી વર્ષ તેમના જ પક્ષના અન્ય વિધાનસભ્ય પ્રધાન બનશે. અસંતોષ બળવાને ટાળવા આ નવી રમત છે પ્રધાન બનેલા પર તેની ક્ષમતા પુરવાર કરવા સતત દબાણ રહેશે તો અસંતોષકારીઓને આશા રહેશે. અજિત પવાર જૂથમાં સહુથી મોટો આંચકો છગન ભુજબળ ને પડતા મુકાયા તે છે તો શિંદેને વફાદાર દિપક કેસરકરનુ નામ ૧૦૦૦/ કરોડના કૌભાંડમાં આવતા પડતા મુકાયા સાથે સાથે અબ્દુલ સત્તાર પણ બાકાત થયા. હવે અઢી વર્ષમાં કોણ સહુ ઉકાળે છે અને ત્યાર બાદ કોને મિનિસ્ટ્રી મળશે તે માટે વ્હાલાદવલા થવા પ્રયાસ શરૂ થશે.

આડવાત : રાજકારણમાં કાંઈ હમેશા દોસ્તી દુશમની નથી રહેતી

સગવડ્યો ધર્મ એટલે જ પોલિટિક્સ

અસ્તુ


 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page