top of page
Search

*રત્નકલાકારો ને કારણે ભારત વિશ્વ માં હીરા ઉદ્યોગ માં પ્રથમ સ્થાને છે : હાર્દિક હુંડિયા*

  • ssoni43
  • May 24, 2025
  • 2 min read

શ્રી ભુપેન્દ્ર પટેલ અને શ્રી હર્ષ સંઘવી નો રત્નકલાકારો ની વિવિધ સહાય યોજના માટે ખૂબ ખૂબ આભાર


છેલ્લા ઘણા સમય થી હીરા ઉદ્યોગ મંદી માં થી પસાર થઈ રહ્યો છે અને સૌથી મોટી તકલીફ રત્ન કલાકારો ને પડી છે , મંદી માં તેઓ આર્થિક ભીંસ માં મુકાતા મૌત ને પણ રત્નકલાકારો એ વ્હાલું કર્યું હતું . વિશ્વ માં હીરા ઉત્પાદન માં ભારત પ્રથમ સ્થાને છે . હીરા ઉદ્યોગ ને વિશ્વ માં પ્રથમ સ્થાને પહોંચાડવામાં માટે ભારત ના રત્ન કલાકારો નો સૌથી મોટો હાથ છે અને તેને ગુજરાત સરકાર તરફ થી જે પણ સવલતો આપવામાં આવી રહી છે તે માટે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી નો આભાર માનતા હીરા એક્સપર્ટ હાર્દિક હુંડિયા એ જણાવ્યું હતું કે સરકારે જે પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કર્યું તે આજ ની પરિસ્થિતિ માં તેની બહુ જ જરૂર હતી . પણ આ નિર્ણય થોડા દિવસો પહેલા લીધો હોત તો રત્નકલાકારોએ જે તકલીફ ભોગવી રહ્યા છે તેમા થોડી રાહત રહેત . ગુજરાત સરકારના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી એ રત્ન કલાકારો માટે ૧૩,૫૦૦ સુધી શિક્ષણ ફ્રી, વીજ ડ્યુટી માં ૧ વર્ષ સુધી રાહત , ૫ લાખ ની લોન પર ૧ વર્ષ વ્યાજ ફ્રી વગેરે જે યોજના જાહેર કરી છે તે રત્નકલાકારો માટે ખૂબ જ જરૂરી હતી . આ સરકારી લાભ એજ રત્ન કલાકારો ને મળશે જેને ૩૧ માર્ચ ૨૦૨૪ પછી કામ ના મળ્યું હોય અને એમને કારખાના માં થી છુટ્ટા કરી દેવા માં આવ્યા હોય . અને તેઓ એ પહેલા સતત ૩ વર્ષ સુધી કામ પણ કર્યું હોવું જોઈએ.

હાર્દિક હુંડિયા એ જણાવ્યું હતું કે જે રત્નકલાકારો એ ભારત દેશ નું નામ વિશ્વ માં રોશન કર્યું હોય અને જે પણ હીરા ના ઉત્પાદન કરતા હીરા ના વેપારીઓ કમાયા હોય તેઓએ પણ રત્નકલાકારો ને આર્થિક સહાય કરવી જોઈએ. રત્ન કલાકારો એ વેપારીઓ ને હીરા ઉત્પાદન કરવામાં સતત મહેનત અને હીરા ના કટ માં ધ્યાન રાખી ને હીરા ના વેપારીઓ ને કમાવામાં સાથ આપ્યો હોય તો આજે એ વ્યાપારી ની પણ ફરજ છે કે યથા શક્તિ મદદ કરે. હાર્દિક હુંડિયા એ જણાવ્યું હતું કે હીરા બજાર ની વિકટ પરિસ્થિતિ માં ગુજરાત સરકારે જે રત્ન કલાકારો ને વિવિધ સહાય યોજના જે જાહેર કરી છે તે ધન્યવાદ ને પાત્ર છે . ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નો ખાસ આભાર માન્યો હતો. હાર્દિક હુંડિયાએ વિશેષ હર્ષ સંઘવી નો આભાર માનતા કહ્યું હતું કે હિરા વાળા ની તકલીફોને એ વ્યક્તિ જલ્દી સમજી જાય જેણે હીરા નો ધંધો કર્યો હોય . હર્ષ સંઘવી પણ આજે હીરા બજાર ના પણ સહુથી મોટા શુભ ચિંતક છે.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page