
હવે પ્રફુલ શાહની ડૉક્યુ-નોવેલ 'લાઇફ IMપોસિબલ' ચોથી-મરાઠી-ભાષામાં કચ્છના દિનેશ કલવાના અકલ્પનીય જીવન પર આધારિત પુસ્તકોના પ્રકાશકના અનોખા સંઘર્ષ અને અભૂતપૂર્વ આવકારની ગાથા
- ssoni43
- Feb 19
- 2 min read


મુંબઈ : જાણીતા લેખક અને પીઢ પત્રકાર પ્રફુલ શાહના મરાઠી પુસ્તક 'લાઇફ IMપોસિબલ'નું વિમોચન તાજેતરમાં નામાંકિત મરાઠી-હિંદી અભિનેતા પ્રદિપ વેળણકરે કર્યુ હતુ. આવા પ્રેરક વ્યક્તિત્વ પર સંશોધન કરીને પુસ્તક આપવા બદલ અભિનેતાએ લેખકને બિરદાવવા સાથે અભિનંદન આપ્યા હતા. અગાઉ 'લાઇફ IMપોસિબલ'ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં બે આવૃતિ પ્રગટ થયા બાદ હવે મરાઠીમાં પણ પ્રકાશન બદલ પ્રદિપભાઉએ આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યા હતા.
કચ્છના ગાંધીધામમાં રહેતા દિનેશ કલવાના અકલ્પનીય જીવન-સંધર્ષ પર આધારિત આ ડૉક્યુ-નોવેલ 'લાઇફ IMપોસિબલ'ના પ્રકાશનનો રસપ્રદ ઘટનાક્રમ પ્રફુલ શાહે વર્ણવ્યો હતો. સૌ પ્રથમ રાજકોટમાં ૨૦૨૦ નવાસવા પ્રકાશકે 'લાઇફ IMપોસિબલ આતમ વિંઝે પાંખ' પ્રગટ કર્યું. એ જ વર્ષે મુંબઈમાં વડિલ લેખક-પત્રકાર-ઇતિહાસકાર વિષ્ણુભાઇ પંડ્યા, ઐતિહાસિક અખબાર 'મુંબઈ સમાચાર'ના તંત્રી અને મિત્ર નીલેશ દવે, ટોચના ફિલ્મ નિર્માતા જયંતીલાલ ગડા, ઓલ-ઈન-વન સ્ટાર હિમેશ રેશમિયા અને મરાઠી ફિલ્મ સ્ટારની હાજરીમાં અંગ્રેજી 'લાઇફ IMપોસિબલ-યસ જોશ ઈઝ વેરી હાઈ' અને હિન્દી 'લાઇફ IMપોસિબલ-
હૌંસલા ના હારેંગે હમ'નું પ્રકાશન અનુક્રમે દિલ્હી અને કોલકાતાના પ્રકાશકે કર્યુ તો મરાઠી 'લાઇફ IMપોસિબલ-કહાણી એક જિદ્દી ચી' ના કલર પેજનું મુખ દર્શન કરાવાયું. મને અને દિનેશ કલવાએ સંતોષના શ્વાસ લીધા કે હાશ પ્રોજેક્ટ 'લાઇફ IMપોસિબલ' પૂરો થયો. પરંતુ સમયે કરવટ બદલતા પુસ્તકની વાર્તામાં ટ્વિસ્ટ આવવા માંડ્યા. રાજકોટી નવોદિત પ્રકાશક ગાયબ ને પુસ્તક માર્કેટમાંથી અદ્રશ્ય! મારા માટે 'લાઇફ IMપોસિબલ' માત્ર એક પુસ્તક નહોતું, દિનેશની સંઘર્ષ-ગાથા વધુને વધુ લોકો સુધી પહોંચે અને શારીરિક કે માનસિક તકલીફગ્રસ્તોને એમાંથી જીવવા અને જજુમવાનો જોમ મળે એ જોવાનું મિશન હતું.
૨૦૨૨ના સપ્ટેમ્બરમાં અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિરે મારા અન્ય બે પુસ્તકો સાથે, સુપરસ્ટાર હિતેન કુમાર અને ફિલ્મ દિગ્દર્શક અભિષેક જૈનની હાજરીમાં
'લાઇફ IMપોસિબલ આતમ વિંઝે પાંખ' પ્રગટ કર્યું. ગુજરાતી આવૃતિ ને ફરી ઉમળકાભેર આવકાર મળ્યો. હજી અંગ્રેજી અને હિન્દી આવૃતિનું નવેસરથી ગોઠવવાનું બાકી હતું ને કોરોના પ્લસ પ્રકાશકની મંથરગતિએ મરાઠીમાં પુસ્તક આવ્યું જ નહોતું. અંતે દિલ્હીના ડ્રિમ પબ્લિશર સાથે ઝાઝી ગાજવીજ વગર 'લાઇફ IMપોસિબલ-યસ જોશ ઈઝ વેરી હાઈ' અને હિન્દી 'લાઇફ IMપોસિબલ-હૌંસલા ના હારેંગે હમ'નું સીધા માર્કેટમાં મૂકી દીધા પણ મરાઠી 'લાઇફ IMપોસિબલ-કહાણી એક જિદ્દી ચી'નું વિમોચન પ્રદિપ વેળણકરના હસ્તે કરાવ્યું.
હવે 'લાઇફ IMપોસિબલ'ની ચારેય આવૃતિ
બુકસ્ટોર ઉપરાંત એમેઝોન સહિતની વેબસાઇટ તથા ઈ-બુક સ્વરુપે કિન્ડલ પર પણ ઉપલબ્ધ છે.
.png)



Comments